Home /News /national-international /Russia Ukraine crisis : લાઇવ રિપોર્ટિંગ દરમિયાન કીવમાં થયો જોરદાર બ્લાસ્ટ, પત્રકાર ભાગ્યો, જુઓ Video

Russia Ukraine crisis : લાઇવ રિપોર્ટિંગ દરમિયાન કીવમાં થયો જોરદાર બ્લાસ્ટ, પત્રકાર ભાગ્યો, જુઓ Video

રોશની એટલી જોરદાર હતી કે પત્રકાર અને તેના સાથી તે જોઇ શક્યા ન હતા અને રિપોર્ટિંગ કરીને ત્યાંથી ભાગી નીકળ્યા હતા

Russia-Ukraine War - એક પત્રકાર રાતના સમયે લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો ત્યાં આકાશમાં એક જોરદાર રોશની થાય છે

નવી દિલ્હી : રશિયા અને યુક્રેન (Russia and Ukraine War) વચ્ચે જંગના આઠ દિવસો થઇ ગયા છે. જોકે સ્થિતિ સુધારવાના બદલે સતત બગડી રહી છે. યુક્રેન પર રશિયા તરફથી હુમલા સતત વધી રહ્યા છે. યુક્રેનથી (War in Ukraine)જે વીડિયો હાલના સમયે સામે આવી રહ્યા છે તે ત્યાંની મુશ્કેલ સ્થિતિ વિશે બતાવવા માટે જરૂરી છે. યુક્રેનની રાજધાની કીવમાં એક પત્રકાર દ્વારા લાઇવ રિપોર્ટિંગ (Live Reporting Explosions)કરતા સમયે એક એવી ઘટના કેમેરામાં કેદ થઇ છે જે ઘણી ડરાવનારી છે. આ ઘટના પછી પત્રકાર અને તેમના સાથી રિપોર્ટિંગ છોડીને ચાલ્યા ગયા હતા.

એક પત્રકાર રાતના સમયે લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો ત્યાં આકાશમાં એક જોરદાર રોશની થાય છે. આ પછી તે આશ્ચર્યથી પાછળ ફરીને જુવે છે. તે સમજવાનો પ્રયત્ન કરે છે કે આટલી બધી રોશની કેમ થઇ. થોડીવાર પછી તે એક કાચની બારીમાંથી બહાર જુવે છે ત્યારે ફરી જોરદાર રોશની થાય છે જે પહેલા કરતા પણ વધારે હતી. આ રોશની કિવમાં થયેલા એક વિસ્ફોટની હતી. રોશની એટલી જોરદાર હતી કે પત્રકાર અને તેના સાથી તે જોઇ શક્યા ન હતા અને રિપોર્ટિંગ કરીને ત્યાંથી ભાગી નીકળ્યા હતા. તેમના ગયા પછી વિસ્ફોટના કારણે રૂમમાં હળવો આંચકો પણ આવ્યો હતો.

આ પણ વાંચો - Russia-Ukraine War: શૂન્ય ડિગ્રીમાં 35 કલાક લાઈનમાં રહ્યાં, ડરામણી છે ભારતીય વિદ્યાર્થીઓની યુક્રેનથી વાપસીની કહાની



જાણકારી પ્રમાણે આ વીડિયો બુધવારનો છે. રશિયા સતત હુમલા કરી રહ્યું છે. તે હવે આ લડાઇને નિર્ણાયક મોડ પર લઇ જવાના પ્રયત્નમાં જોવા મળી રહ્યું છે. ગુરુવારે રશિયાએ ખેરસોન બંદરગાહ શહેર પર કબજો કરી લીધો અને હવે તેનું આગામી મોટું લક્ષ્યાંક ઓડેસા શહેર છે. અમેરિકાએ ઓડેસા પર હુમલાની પૃષ્ટી કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીએ જણાવ્યું કે રશિયાના હુમલા પછી 10 લાખ લોકો યુક્રેન છોડીને ચાલ્યા ગયા છે. આ સદીમાં પહેલા ક્યારેય આટલી ઝડપથી પલાયન થયું નથી. એજન્સીનો અંદાજ છે કે યૂક્રેનમાંથી લગભગ 40 લાખ લોકો પલાયન કરી શકે છે અને આ સંખ્યા અંદાજથી વધારે હોઇ શકે છે.
First published:

Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો