Home /News /national-international /Facebook And Instagram: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની કંપની મેટાને રશિયાએ આતંકી સંગઠન ગણાવી, જાણો સમગ્ર માહિતી

Facebook And Instagram: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની કંપની મેટાને રશિયાએ આતંકી સંગઠન ગણાવી, જાણો સમગ્ર માહિતી

માર્ક ઝુકરબર્ગ - ફાઇલ તસવીર

Facebook And Instagram: રશિયાએ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરન્ટ કંપની મેટાને આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠનોની યાદીમાં મૂકી દીધી છે. રશિયાએ માર્ચમાં જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂક્યો હતો.

  નવી દિલ્હીઃ રશિયાએ માર્ક ઝુકરબર્ગની કંપની મેટાને આતંકવાદી અને ઉગ્રવાદી સંગઠનની યાદીમાં મૂકી દીધી છે. ઉલ્લેખનીય છે કે, મેટા ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની પેરેન્ટ કંપની છે. મોસ્કોની અદાલતે આ કંપની પર મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉગ્રવાદી પ્રવૃતિઓ કરવાનો આરોપ મૂક્યો હતો. આ સાથે જ દાવો કર્યો હતો કે, તે યુક્રેનમાં સોશિયલ મીડિયા ઉપયોગ કરતા રશિયનો વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપતી સામગ્રીઓ પોસ્ટ કરવાની મંજૂરી આપી રહી છે. મહત્ત્વનું છે કે, રશિયાએ ગયા વર્ષે માર્ચમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂક્યો હતો.

  રશિયાએ ગંભીર આક્ષેપ કર્યા


  ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયન અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે, આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રશિયા વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ ખાસ કરીને રશિયામાં લોકપ્રિય છે. તે જાહેરાત અને વેચાણ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ હતું. ઉલ્લેખનીય છે કે, METAના વકીલે રશિયાના તમામ આરોપોને ફગાવી દીધાં છે અને કોર્ટને જણાવ્યું હતું કે, તેમનું સંગઠન ક્યારેય ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થયું નથી.

  આ પણ વાંચોઃ મિસાઈલ હુમલા પર યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીનો પલટવાર

  યુક્રેન પર હુમલા બાદ રશિયાનો નિર્ણય


  રશિયાએ યુક્રેનના પાવર સ્ટેશન પર તાજેતરમાં કરેલા હુમલાના એક દિવસ પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ક્રિમિઆના પુલને ઉડાવી દીધા બાદ રશિયાએ યુક્રેન પર દેશવ્યાપી બોમ્બમારો શરૂ કર્યો છે. ત્યારે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર થયેલા હુમલા બાદ રશિયાએ સોશિયલ મીડિયા પર કડક નજર રાખી હતી. ત્યારબાદ યુરોપની ટેક કંપનીઓએ રશિયન મીડિયાને બંધ કરી દીધું હતું.

  આ પણ વાંચોઃ રશિયાએ યુક્રેનમાં ક્યાં લશ્કરી મથકો બનાવ્યા છે? તસવીરો આવી સામે

  રશિયાએ ગઈકાલે મિસાઇલ હુમલો કર્યો હતો


  રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિના કોઈ સંકેત નથી. ત્યારે સોમવારે રશિયા તરફથી ઘણા દિવસો બાદ યુક્રેનની રાજધાની કિવમાં મિસાઈલ છોડવામાં આવી હતી. રશિયા તરફથી કરવામાં આવેલા આ હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યુ હતુ કે, ‘રશિયા અમને ખતમ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે.’
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Facebook, Instagram, Mark zuckerberg, Meta, Russia news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन