નંબર પ્લેટ વગરનું ઍક્ટિવા ચલાવતા પોલીસે ફટકાર્યો 1 લાખ રૂપિયાનો દંડ!

ઍક્ટિવા માલિકનું કહેવું છે કે અમારી કોઈ ભૂલ નથી, RTOએ ડીલર સામે કાર્યવાહી કરવી જોઈએ

News18 Gujarati
Updated: September 17, 2019, 12:17 PM IST
નંબર પ્લેટ વગરનું ઍક્ટિવા ચલાવતા પોલીસે ફટકાર્યો 1 લાખ રૂપિયાનો દંડ!
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 17, 2019, 12:17 PM IST
ભુવનેશ્વર : નવા મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act) લાગુ થયા બાદ મોટી રકમના દંડના અહેવાલો સામે આવતા રહે છે. આવી જ એક ઘટના ઓડિશા (Odisha)માં ભુવનેશ્વરની પાસે બની છે. અહીં કટક ટ્રાન્સપોર્ટ ઓફિસે નવા ઍક્ટિવા (Activa)ને રજિસ્ટ્રેશન વગર ચલાવવાના કારણે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઍક્ટિવાની વિરુદ્ધ ચાલાનની આ કાર્યવાહી કટકના બારંગમાં વાહન ચેકિંગ દરમિયાન થઈ.

આ ઘટના 12 સપ્ટેમ્બરની છે. બારંગમાં વાહનોનું પોલીસ ચેકિંગ થઈ રહ્યું હતું. ત્યારે તેઓએ એક નવું ઍક્ટિવા રોક્યું. તેને અરુણ પાંડા નામની વ્યક્તિ ચલાવી રહી હતી. ટૂ-વ્હીલર નવું હતું, તેથી તેની પર નંબર પ્લેટ નહોતી. આ કારણે તેની પર એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.

આ પણ વાંચો, ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બાદ દંડથી બચવા યુવતીએ આત્મહત્યાની ધમકી આપી

રિપોર્ટ મુજબ, આ ઍક્ટિવા 28 ઑગસ્ટે ભુવનેશ્વરમાં એક શો રૂમમાંથી ખરીદવામાં આવ્યું હતું. 12 સપ્ટેમ્બરે ચેકિંગ દરમિયાન તેને પકડવામાં આવ્યો. આ ટૂ-વ્હીલર કવિતા પાંડાના નામે ખરીદવામાં આવ્યું છે, પરંતુ તેનો નંબર હજુ સુધી નહોતો આવ્યો. ટ્રાફિક પોલીસે આ મામલામાં ડીલર/મેન્યુફેક્ચરર/ઇમ્પોર્ટરના સ્તરે થયેલી ચૂક માટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

મામલો પોલીસ પાસે પહોંચ્યો

બીજી તરફ, આ મામલામાં ટૂ-વ્હીલરની માલિક કવિતાનું કહેવું છે કે જે શો-રૂમથી તેને ખરીદ્યું, તેણે તેમને હજુ સુધી રજિસ્ટ્રેશન નંબર જ નથી આપ્યો. ત્યારબાદ આરટીઓ તરફથી શો-રૂમ ઓથોરિટીને પણ નોટિસ મોકલવામાં આવી છે. કવિતાનું કહેવું છે કે ચેકિંગ દરમિયાન જ જાણવા મળ્યું કે રજિસ્ટ્રેશન મારા નામે નથી. ત્યારબાદ 1 લાખ રુપિયાનો દંડ ફટકારી દીધો.
Loading...

કવિતાનું કહેવું છે કે આ મામલામાં અમારી કોઈ ભૂલ નથી. RTOએ તેના માટે ડીલર પર કાર્યવાહી કરવી જોઈએ. અમે આ મામલામાં પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો છે. નવા નિયમો મુજબ, રજિસ્ટ્રેશન વગરના વાહન ચલાવવા પર દંડ ફટકારવામાં આવે છે.

આ પણ વાંચો, એવા દેશો જ્યાં ટ્રાફિક નિયમો તોડતાં હજારો નહીં લાખોમાં ભરવો પડે છે દંડ
First published: September 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...