Home /News /national-international /

કબ્રસ્તાનમાં મળ્યો 433 કરોડનો ખજાનો, I-T વિભાગની ટીમના પણ ઉડ્યા હોશ

કબ્રસ્તાનમાં મળ્યો 433 કરોડનો ખજાનો, I-T વિભાગની ટીમના પણ ઉડ્યા હોશ

કબ્રસ્તાનમાં દટાયેલો મળ્યો 433 ોનવા વર્ષની ઉજવણીને લઇને દરેક દેશમાં અજીબો ગરીબ પ્રથાઓ હોય છે. ત્યારે આજે અમે તમને આવી જ કેટલીક અજીબો ગરીબ પરંપરા વિષે જણાવીશું જે નવા વર્ષની ઉજવણીને લઇને કરવામાં આવે છે. દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં નવા વર્ષની ઉજવણી કબ્રસ્તાનમાં કરવામાં આવે છે. સહ પરિવાર લોકો તૈયાર થઇને કબ્રસ્તાન જાય છે. અને નવા વર્ષનું સ્વાગત કરે છે. જે પાછળ મૃત્યુ પછી પણ પોતાના મૃત સદસ્યોને નવા વર્ષની ઉજવણીમાં યાદ રાખવાની વાત કારણભૂત મનાય છે. ખજાનો

ઇન્કમ ટેક્સ વિભાગને કબ્રસ્તાનમાંથી 12.53 કિલોગ્રામ સોનું, 626 કેરેટ હીરા અને 25 કરોડની રોકડ મળી આવી

    ઇન્કમ ટેક્સ વિભાગના અનોખા દરોડામાં તમિલનાડુના એક કબ્રસ્તાનમાંથી 433 કરોડ રૂપિયાનો ખજાનો મળી આવ્યો છે. ઇન્કમ ટેક્સ વિભાગે 9 દિવસ સુધી કબ્રસ્તાનમાં ખોદકામ કર્યું ત્યારબાદ તેમને ત્યાંથી અનેક કિલો સોનું, કરોડોના હીરા અને અનેક કરોડનું રોકડ મળી આવ્યું છે. ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ હજુ પણ તપાસ કરી રહી છે.

    ઇન્કમ ટેક્સ વિભાગને માહિતી મળી હતી કે તમિલનાડુની જાણીતા સરવના સ્ટોર, લોટસ ગ્રુપ અને જી સ્ક્વેરે ચેન્નઈમાં એક પ્રોપર્ટી ખરીદી છે. આ પ્રોપર્ટીની કિંમત 180 કરોડ હોવાનું કહેવાય છે અને તેને રોકડમાં ખરીદવામાં આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગને માહિતી મળી કે આ ડીલમાં ટેક્સની ચોરી કરવામાં આવી છે. મળેલી જાણકારી સાચી હોવા અંગેની વિગતો મળ્યા બાદ ઇન્કમ ટેક્સ વિભાગે કંપનીઓના ચેન્નઈ અને કોયમ્બતૂરના 72 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. આ દરોડાની શરૂઆતમાં ઇન્કમ ટેક્સ વિભાગને કંઈ હાથમાં ન લાગ્યું પરંતુ એક જાણભેદૂની સૂચના પર તેઓએ કબ્રસ્તાનમાં દરોડા પાડ્યા અને ત્યાંથી તેમને જે મળ્યું તે જોઈ દરેકના હોશ ઉડી ગયા.

    ઇન્કમ ટેક્સ વિભાગને અનેક કબરોની વચ્ચેથી 433 કરોડ રૂપિયાનો ખજાનો મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ ગ્રુપના માલિકોને ઇન્કમ ટેક્સ વિભાગના દરોડાની જાણ પહેલાથી જ થઈ ગઈ હતી અને તેઓએ પોતાનું તમામ ખજાનો 28 જાન્યુઆરીએ કબ્રસ્તાનમાં છુપાવી દીધો હતો. ઇન્કમ ટેક્સ વિભાગને કબ્રસ્તાનમાંથી 12.53 કિલોગ્રામ સોનું, 626 કેરેટ હીરા અને 25 કરોડની રોકડ મળી આવી છે.

    આ પણ વાંચો, ચોરીનો ગુનો કબૂલ કરાવવા પોલીસે ચોરના ગળામાં નાખ્યો સાપ, પછી શું થયું?
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Tamil Nadu, Treasure, આયકર વિભાગ, ચેન્નાઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन