Home /News /national-international /Farmers Protest: પંજાબ-હરિયાણાના ટોલ પ્લાઝા બંધ થતા કેન્દ્રને 2000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન

Farmers Protest: પંજાબ-હરિયાણાના ટોલ પ્લાઝા બંધ થતા કેન્દ્રને 2000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન

પંજાબ અને હરિયાણામાં લગભગ 50 ટોલ પ્લાઝા 6થી 8 મહિનાથી બંધ, આંદોલન કરી રહેલા ખેડૂતોએ કહી આ વાત

પંજાબ અને હરિયાણામાં લગભગ 50 ટોલ પ્લાઝા 6થી 8 મહિનાથી બંધ, આંદોલન કરી રહેલા ખેડૂતોએ કહી આ વાત

(અમન શર્મા)

નેશનલ હાઇવે 44 (NH-44) પર દિલ્હીથી ચંદીગઢ (Delhi to Chandigadh) સુધી ડ્રાઇવ કરવા માટે આપને લગભગ 300 રૂપિયા ટોલ (Toll Tax) ચૂકવવો પડતો હોય છે, પરંતુ છેલ્લા 8 મહિનાથી આ હાઇવે પર ટોલ નથી લેવામાં આવતો. આવું એટલા માટે કારણ કે છેલ્લા 8 મહિનાથી અહીં ખેડૂતોએ ધામા નાખી દીધા છે અને મુસાફરો માટે ટોલને ફ્રી કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા (New Farm Laws)ની વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન (Farmers Protest) ચાલી રહ્યું છે અને આ હાઇવેના ટોલપ્લાઝાને પણ ખેડૂતોના પ્રદર્શન સ્થળમાં ફેરવી દેવામાં આવ્યા છે.

આ બધાના કારણે કેન્દ્રના રેવન્યૂમાં મોટું નુકસાન થઈ રહ્યું છે અને એક વરિષ્ઠ સરકારી અધિકારીએ News18 સાથે વાત કરતાં જણાવ્યું કે, તેના કારણે અત્યાર સુધી લગભગ 2000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેમાં પંજાબ અને હરિયાણામાં લગભગ 50 ટોલ પ્લાઝા 6થી 8 મહિનાથી બંધ છે. દરરોજ પાંચ કરોડથી વધુનું નુકસાન થઇ રહ્યું છે. કેન્દ્રીય અધિકારીએ કહ્યું કે, એક વારમાં આટલો બધો અને આટલા લાંબા સમય સુધી ટોલપ્લાઝા બંધ થવાની આ કદાચ પહેલી ઘટના છે.

આ પણ વાંચો, CBSE Board Exams 2021-22: સીબીએસઇએ જાહેર કર્યું નવા શૈક્ષણિક સત્રનું પેટર્ન, જાણો 5 અગત્યની વાતો

NH-44 પર પાણીપત ટોલ પ્લાઝા પર કેમ્પ કરીને રહેતા ખેડૂત સતનામ સિંહે News18ને જણાવ્યું કે, અમે લોકોને ઈજા નથી પહોંચાડતા. તેમના માટે ટોલ ફ્રી છે અને ઈંધણની કિંમત 100 રૂપિયાથી વધુ હોવાથી અમે તેમને ટોલ આપવાથી બચાવી રહ્યા છીએ, તેથી તેઓ અમારા આભારી છે. જનતામાંથી કોઈ પણ તેની ફરિયાદ નથી કરતું. અમે એ સરકારને સંદેશ આપી રહ્યા છે જેણે આઠ મહિનાથી અમારી માંગ માની નથી.

માર્ચ મહિનામાં સંસદમાં માર્ગ અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે 16માર્ચ સુધી પંજાબમાં ટોલ પ્લાઝા બંધ થવાથી રેવન્યૂમાં 487 કરોડ રૂપિયા અને હરિયાણામાં 326 કરોડનું નુકસાન થયું છે.

આ પણ વાંચો, મુંગેરઃ સત્યનારાયણ ભગવાનની પૂજાનો પ્રસાદ ખાઈને 80 લોકો બીમાર પડ્યા, ગામમાં થઈ ગઈ દોડાદોડી

ટોલ પ્લાઝા પર ચાર્જ વસૂલી ફરી શરુ કરવા માટે પંજાબ અને હરિયાણા સરકારો સાથે કેન્દ્રની અપીલ અત્યાર સુધી નિષ્ફળ રહી છે. રાજ્યોનું કહેવું છે કે આ પ્રકારના પગલાથી ખેડૂતોને હટાવવા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સમસ્યાનો ખતરો હોય છે.
" isDesktop="true" id="1111755" >

કેન્દ્રના એક બીજા વરિષ્ઠ અધિકારીએ ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે, એવું લાગે છે કે હાલના દિવસોમાં રાજ્યોએ ખેડૂતોના અભૂતપૂર્વ ગેરકાયદેસર કામની સામે સમર્પણ કરી દીધું છે.તેથી ટોલ ચાર્જ માંગનારા કે દેશભરમાં શરૂ કરવામાં આવેલા Fastag સિસ્ટમને પ્રબંધિત કરનારા કર્મીઓને બદલે હરિયાણા અને પંજાબના ટોલ પ્લાઝા પર ખેડૂતોએ ધામા નાખેલા છે. જોકે, વાહનોને પસાર થવા માટે એક-બે લેન ખાલી છોડી દેવામાં આવી છે.

અંગ્રેજીમાં પ્રકાશિત લેખને વાંચવા માટે અહીં ક્લિક કરો... Rs 2,000 Cr and Counting: Calculating the Loss as Farmers Give Free Pass at Punjab, Haryana Toll Plazas
First published:

Tags: Farmers Protest, Modi Governement, New farm laws, Revenue, Toll plaza, પંજાબ, હરિયાણા