Home /News /national-international /સાપ સીડીની જેમ ગબડતો રૂપિયો! ડોલર સામે 83ને પાર, ઐતિહાસિક નીચલી સપાટીએ

સાપ સીડીની જેમ ગબડતો રૂપિયો! ડોલર સામે 83ને પાર, ઐતિહાસિક નીચલી સપાટીએ

ડોલર સામે 83ને પાર રૂપિયો

Dollar vs Rupee: ડોલર સામે રૂપિયો સતત ગબડી રહ્યો છે. આવી સ્થિતિમાં આજે સૌથી નીચલા સ્તરે પહોંચીને 83ને પાર પહોંચી ગયો છે.

નવી દિલ્હી: ભારતીય રૂપિયો (Indian Rupee) અમેરિકી ડોલર (American Dollar) ની સરખામણીએ ફરી ગગડ્યો છે અને નવા રેકોર્ડને સ્પર્શી રહ્યો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 83.08ના સ્તર પર પહોંચી ગયો છે. આ ભારતીય રૂપિયાનું અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. બ્લૂમબર્ગે (Bloomberg) જણાવ્યું હતું કે, ડોલર સામે 83.0925 પર ખુલ્યા બાદ રૂપિયો હવે 83.1212ના નવા રેકોર્ડ નીચલા સ્તરને સ્પર્શી રહ્યો છે. જણાવી દઈએ કે, બુધવારે પણ ડોલર સામે રૂપિયો 82 રૂપિયા 95 પૈસાના નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો.

બુધવારે બપોરે કારોબાર દરમિયાન રૂપિયામાં મામૂલી સુધાર જોવા મળ્યો હતો. જોકે, સાંજ સુધીમાં તેમાં કડાકો જોવા મળ્યો. દિવસભરનો કારોબાર પૂર્ણ થતાં જ રૂપિયો ડોલરની સરખામણીએ તૂટ્યો અને 83 રૂપિયાથી વધુ ગાગડીને બંધ થયો હતો.

સર્વકાલીન નીચી સપાટીએ રૂપિયો 

આ અગાઉ 16 ઓક્ટોબરે કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે (Finance minister Nirmala Sitharaman) કહ્યું હતું કે રૂપિયાએ અન્ય ઉભરતા બજારના ચલણોની સરખામણીએ સારું પ્રદર્શન કર્યું છે. કેન્દ્રીય નાણાં મંત્રીની આ ટિપ્પણી રૂપિયો 82.69ની સર્વકાલીન નીચી સપાટીએ ગગડયાના કેટલાક દિવસો બાદ આવી હતી.

ભારતીય ચલણના ઘટાડા અંગે વાત કરતાં સીતારમણે જણાવ્યું હતું કે ડોલર મજબૂત થવાને કારણે આવું થયું છે. તેમણે જણાવ્યું હતું કે રૂપિયો મજબૂત જ છે, કમજોર નથી થઈ રહ્યો.

નાણામંત્રીએ તેમની યુએસ મુલાકાત દરમિયાન એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, "હું તેને રૂપિયામાં ઘટાડાના રૂપમાં નહીં, પરંતુ ડૉલરની સતત મજબૂતી તરીકે જોઉં છું."

નાણાંમંત્રી સીતારમણે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કે વધુ પડતી અસ્થિરતા ન થાય અને ભારતીય ચલણના મૂલ્યને પુનઃપ્રાપ્ત કરવા માટે કોઈ બજાર હસ્તક્ષેપ ન થાય.

નાણાંમંત્રીનું નિવેદન

ઈન્ટરનેશનલ મોનેટરી ફાઈનાન્સ કમિટી (IMFC) ને સંબોધતા નાણાંમંત્રી સીતારમણે કહ્યું હતું કે, “ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 23 સપ્ટેમ્બર, 2022 સુધીમાં 537.5 બિલિયન ડોલર હતું, જે અન્ય સમકક્ષ અર્થતંત્રો કરતાં વધુ સારું છે. યુએસ ડૉલર મજબૂતી થવાને કારણે મૂલ્યાંકનમાં આવેલા ફેરફારે આ ભંડારમાં આવેલા ઘટાડામાં બે તૃતીયાંશ ફાળો આપ્યો છે."

આ પણ વાંચો: હોમ સેક્રેટરી બાદ હવે PM ટ્રસનો વારો? UKમાં વડાપ્રધાન પદે ભારતવંશી ઋષિ સૂનકની દાવેદારી ફરી મજબૂત

ડોલરના મુકાબલે લગભગ 8થી 9 ટકા જેટલો ઘટાડો

ઉલ્લેખનીય છે કે, ડોલર ઇન્ડેક્સ (DXY) ના આંકડા જોવામાં આવે તો આ વર્ષની શરૂઆતથી અત્યારસુધીમાં ડોલર 17.38% મજબૂત થયો છે. ગત 20 વર્ષોમાં ડોલરની આ સૌથી સારી મજબૂતી છે. તો બીજી તરફ આ વર્ષે શરૂઆતથી અત્યાર સુધીમાં ડોલરના મુકાબલે રૂપિયામાં લગભગ 8થી 9 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્રાઓ સાથે સરખામણી કરતાં ડોલર 22% મજબૂત બન્યો છે. જયારે યૂરોના મુકાબલે ડોલર 13% મજબૂત થયો છે.
First published:

Tags: Rupee, US Dollar

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો