કાશ્મીર ઘાટીમાં અફવાઓનું બજાર ગરમ, પેટ્રોલ પંપ-ATM પર ભારે ભીડ

એડવાઇઝરી બાદ પુંછ, રાજૌરી, ડોટા અને કિશ્તવાડા જેવા સેક્ટરોમાં અફરાતફરીનો માહોલ

એડવાઇઝરી બાદ પુંછ, રાજૌરી, ડોટા અને કિશ્તવાડા જેવા સેક્ટરોમાં અફરાતફરીનો માહોલ

 • Share this:
  કાશ્મીર ઘાટીમાં અમરનાથ યાત્રીઓ તથા પર્યટકોને વહેલી તકે જગ્યા ખાલી કરવાની એડવાઇઝરી બાદ અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. શુક્રવાર સાંજે જાહેર કરવામાં આવેલી આ એડવાઇઝરી બાદ પુંછ, રાજૌરી, ડોટા અને કિશ્તવાડા જેવા સેક્ટરોમાં અફરાતફરીનો માહોલ છે. સ્થાનિક લોકો તેને કોઈ મોટી ઘટનાની આહટ માની રહ્યા છે અને રોજિંદી જરૂરિયાતના સામાનની સાથે રાશનની ખરીદી શરૂ કરી દીધી છે. ત્યાં સુધી કે પેટ્રોલ પંપો ખાતે પણ લોકોની લાંબી લાઇનો લાગી ગઈ છે.

  અફવાઓના કારણે લોકો પોતાના ઘરોમાં રોજિંદો સામાન એકત્ર કરવા લાગ્યા છે. હાલત એવી થઈ ગઈ છે કે અનેક પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ અને ડીઝલ ખતમ થઈ ગયા છે. એટીએમની બહાર પણ લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે. મેડિકલ સ્ટોર પર લોકો જરૂરિયાતની દવાઓ ખરીદતા જોવા મળી રહ્યા છે.

  આ પણ વાંચો, કાશ્મીર મુદ્દે રાજ્યપાલની સ્પષ્ટતા : આર્ટિકલ 35Aને હટાવવાની કોઈ તૈયારી નથી

  નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે શુક્રવાર રાત્રે કહ્યું હતું કે, અમરનાથ યાત્રાને વચમાં રોકવાને અન્ય મુદ્દાઓની સાથે જોડીને બિનજરૂરી ભય ઊભો કરવામાં આવી રહ્યો છે. તેઓએ રાજકીય નેતાઓને પોતાના સમર્થકોથી શાંતિ કાયમ રાખવા તથા અતિશયોક્તિપૂર્ણ અફવાઓ પર ભરોસો ન કરવાની અપીલ કરવાનો અનુરોધ કર્યો છે.


  સ્કૂલ બંધ કરવાની ફેલાઈ અફવા

  જમ્મુ-કાશ્મીરના ડિવિઝનલ કમિશ્નર બસીર અહમદ ખાને કહ્યું કે કર્ફ્યૂ નથી લાદવામાં આવ્યો અને ન એવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે આજે સ્કૂલ બંધ નહીં રહે. તેઓએ કહ્યું કે રાજ્યમાં શાંતિ કાયમ રાખવા માટે ગૃહ વિભાગે પૂરતી ઇન્ટેલિજન્સ સૂચનાઓના આધારે એડવાઇઝરી જાહેર કરી છે.
  Published by:Mrunal Bhojak
  First published: