Home /News /national-international /Mumbai News: મુંબઈમાં 144ની કલમ લગાવ્યાની અફવા, પોલીસના જોઈન્ટ કમિશનરે કરી સ્પષ્ટતા

Mumbai News: મુંબઈમાં 144ની કલમ લગાવ્યાની અફવા, પોલીસના જોઈન્ટ કમિશનરે કરી સ્પષ્ટતા

મુંબઈ પોલીસે કર્ફ્યૂ મામલે સ્પષ્ટતા કરી

Mumbai News: મુંબઈમાં 144ની કલમ લગાવ્યાના સમાચાર હવાની જેમ ફેલાઈ ગયા હતા. ત્યારે આ અફવાને કારણે ઘણાં લોકો મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. આ મામલે મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાંગરે પાટિલે ટ્વિટરના માધ્યમથી વીડિયો ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી.

વધુ જુઓ ...
    મુંબઈઃ શહેરમાં 144ની કલમ લગાવ્યાના સમાચાર હવાની જેમ ફેલાઈ ગયા હતા. ત્યારે આ અફવાને કારણે ઘણાં લોકો મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. આ મામલે મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાંગરે પાટિલે ટ્વિટરના માધ્યમથી વીડિયો ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી.

    મુંબઈ પોલીસે શું કહ્યુ?


    તેમણે વીડિયોમાં કહ્યુ હતુ કે, ‘મુંબઈમાં CRPC ધારા 144 લગાવવાના આદેશ જમાવબંદી માટે લાગુ કરવામાં આવી છે. આ સમાચાર ખોટા છે. કૃપા કરીને આ વાતને પહેલાં સમજી લો. જે લોકો ગેરકાયદેસર રીતે મોરચો કાઢવા માગે છે, જે લોકો કાયદા-વ્યવસ્થાને ડિસ્ટર્બ કરવા માગે છે, તેમની સામે કલમ 37-1(3) અંતર્ગત આ પ્રકારનો આદેશ દર 15 દિવસે જાહેર કરવામાં આવે છે. આ આદેશને કોઈ પારિવારિક ફંક્શન, એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ, સ્કૂલ-કોલેજ, કલ્બ્સ વગેરેની કામગીરી સાથે કોઈ લેવાદેવા નથી. તેથી કોઈ આ આદેશને લઈને ચિંતા ના કરે. અફવાઓ ન ફેલાવે. દરરોજનું સામાન્ય જીવન ચાલુ રાખો.

    આ પણ વાંચોઃ મુંબઈમાં 1 મહિના માટે કલમ 144 લાગૂ, આ પ્રવૃતિઓ કરી શકશો નહીં

    આવા સમાચાર ન લેવા માટે વિનંતી કરી


    આ ઉપરાંત તેમણે મીડિયાને વિનંતી કરતા કહ્યુ હતુ કે, ‘મીડિયાને પણ વિનંતી છે કે, જે આદેશ દર 15 દિવસે જાહેર કરવામાં આવે છે. તેને સમાચાર તરીકે ના લેવો જોઈએ, કારણ કે તે લોકોને અસમંજસમાં મૂકી દે છે.’

    આ પણ વાંચોઃ લાઈવ સ્ટ્રીમિંગમાં મુંબઈના રસ્તા પર વિદેશી મહિલા સાથે છેડતી


    ગઈકાલે 144ની કલમ લગાવી હતી


    મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં અચાનક કલમ 144 લાગુ કરવાનું એલાન કર્યું છે. શહેરમાં શાંતિ જાળવવા માટે અને સાર્વજનિક વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તેના માટે મુંબઈ પોલીસે 4 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી હતી. આ દરમિયાન પાંચ અથવા તેનાથી વધારે લોકો એક સાથે એક જગ્યા પર એકઠાં થઈ શકશે નહીં.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Mumbai News, Mumbai Police

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन