ટ્રમ્પ સાથે અફેરની અફવાને નિક્કી હેલીએ ગણાવી ધૃણાસ્પદ

નિક્કી હેલી અને ટ્રમ્પ (ફાઈલ તસવીર)

હેલીએ જણાવ્યું કે, તે ફક્ત એક વખત ટ્રમ્પ સાથે 'એરફોર્સ વન' પર હતી, અને એ વખતે વિમાનમાં ઘણા લોકો હાજર હતા.

 • Share this:
  સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદૂત નિક્કી હેલીએ તેના અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અફેરની અફવાઓને બકવાસ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ વાત ખૂબ જ ધૃણાસ્પદ અને અપમાનજનક છે.

  આ અફવાની શરૂઆત ત્યારે થઈ જ્યારે 'ફાયર એન્ડ ફ્યૂરી' પુસ્તકના લેખક મિશેલ વુલ્ફે પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ટ્રમ્પનું એક વ્યક્તિ સાથે અફેર છે, જેનો ઉલ્લેખ તેના પુસ્તકમાં છે.

  વુલ્ફે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે, નિક્કી હેલી ટ્રમ્પ સરકારમાં ખૂબ જ પ્રભાવશાળી ચહેરો છે. તે પોતાની જાતને રાષ્ટ્રપતિના ઉત્તરાધિકારી તરીકે જોઈ રહી છે.

  જોકે, નિક્કી હેલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારા અને રાષ્ટ્રપતિ વચ્ચે ક્યારેય કોઈ રોમેન્ટિક સંબંધો રહ્યા નથી. હેલીએ એ આરોપ પણ નકારી કાઢ્યા હતા કે તે ટ્રમ્પ સાથે તેના વિમાન 'ઓવલ ઓફિસ'માં એકલી સમય પસાર કરતી હતી.

  હેલીએ જણાવ્યું કે, તે ફક્ત એક વખત ટ્રમ્પ સાથે 'એરફોર્સ વન' પર હતી, અને એ વખતે વિમાનમાં ઘણા લોકો હાજર હતા. તેણે કહ્યું કે અમુક લોકો મજબૂત ઇચ્છાશક્તિ ધરાવતી મહિલાને સહન નથી કરતી શકતા એ માટે આવી વાતો ઉડાવીને લિંગભેદ કરે છે.

  હેલીએ વધુમાં કહ્યું હતું કે, 'મોટા ભાગના લોકો મહિલાઓનું સન્માન કરે છે. પરંતુ એવા થોડા લોકો હોય છે જે તમે કામ કરો છો અને તેના વિશે વાત કરો છો તો તે સહન નથી કરી શકતા. આ લોકો તમને કોઈ પણ રીતે નીચે દેખાડવા માટે પ્રયાસરત રહે છે.'
  Published by:Vinod Zankhaliya
  First published: