Home /News /national-international /કાયદો: હોટેલમાં જવું કે સહમતિથી સેક્સ કરવું...આ 8 કાયદેસર વાતોમાં પણ અપરિણીત યુગલોને કરાય છે પરેશાન

કાયદો: હોટેલમાં જવું કે સહમતિથી સેક્સ કરવું...આ 8 કાયદેસર વાતોમાં પણ અપરિણીત યુગલોને કરાય છે પરેશાન

અપરિણીત કપલના હકો ખોટી રીતે કોઈ ફસાઇ જાય છે લોકો

Couple Rights In INDIA: દેશમાં અપરિણીત યુગલો કાયદાની બીકે ઘણી વાર ભૂલ કરી દેતાં હોય છે. ત્યારે આજે અહીં એવી 8 બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જે ખરેખર કાયદેસર હોવ છતાં અપરણિત યુગલોને પરેશાન કરવામાં આવી શકે છે.

  આજના આધુનિક-અદ્યતન જમાનામાં પણ દેશમાં અપરણિત યુગલો માટે જાહેરમાં મળવાથી લઈ હાથ પકડવા જેવી ઘણી બાબતો મુશ્કેલ છે. ઘણા વિસ્તારોમાં આજે પણ યુગલ જાહેરમાં મળી કે વાત કરી શકતા નથી. તેમણે કોઈ ગુનો કર્યો હોય તેવી નજરે જોવામા આવે છે. પ્રેમી યુગલ કાયદેસર ગણાતી પ્રવૃત્તિ પણ કરી શકતા નથી. ત્યારે આજે અહીં એવી 8 બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જે કાયદેસર હોવ છતાં અપરણિત યુગલોને પરેશાન કરવામાં આવે છે.

  1. એકસાથે હોટલના રૂમમાં Check-In કરવું

  જો તમે ક્યારેય લગ્ન પહેલા તમારા પાર્ટનર સાથે હોટેલના રૂમમાં ચેક-ઈન કર્યું હોય તો તમારી આસપાસના લોકોએ તમને શક સાથેના 'લુક્સ' આપ્યા જ હશે. આ સિવાય અસંખ્ય હોટલો અપરિણીત યુગલોને આવકારતી જ નથી. જોકે, હકીકતમાં દેશનો કોઈ કાયદો અપરિણીત યુગલોને એકસાથે હોટેલમાં ચેક-ઈન કરવા પર પ્રતિબંધ લાદતો જ નથી. એક રિપોર્ટ અનુસાર જો અપરિણીત કપલ હોટલના રૂમમાં સાથે રહે તો તે ફોજદારી ગુનો નથી.

  2. લગ્ન સિવાય જ લિવ-ઇન

  ભારતીય સમાજે ક્યારેય લિવ-ઈન સ્વીકાર્યું નથી અને કદાચ ક્યારેય સ્વીકારશે પણ નહીં. સર્વોચ્ચ અદાલતે લિવ-ઇન સંબંધોને કાયદેસર જાહેર કર્યા હોવા છતાં આપણો સમાજ હજુ પણ લગ્ન સિવાય તમારા પ્રેમી કે જીવનસાથી સાથે રહેવાને ગુનો જ માને છે. ભારતના બંધારણ મુજબ લિવ-ઇન રિલેશનશીપને અનુમતિ મળી ગઈ છે અને બે પુખ્ત વયના લોકો સાથે રહેતા હોય તેવા કૃત્યને કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર અથવા ગેરબંધારણીય ગણી શકાય નહીં.

  3. જાહેરમાં પ્રેમ બતાવવો

  પબ્લિક ડિસ્પ્લે અફેક્શન એટલેકે પ્રેમનું-સ્નેહનું જાહેરમાં પ્રદર્શન આપણા દેશમાં હજી અસ્વીકાર્ય જ છે. ઘણા કિસ્સામાં અપરિણીત યુગલ એકબીજાને ગળે લગાડતા હોવાથી તેમને હેરાન કરવામાં આવ્યા હોવાનું નોંધાયું છે, માર મારવામાં પણ આવે છે. IPCની કલમ 294 અનુસાર કોઈ વ્યક્તિને અશ્લીલ કૃત્યો કરવા અથવા જાહેરમાં અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવા બદલ સજા થઈ શકે છે. પરંતુ અધિકારીઓ ઘણીવાર નિર્દોષ અપરિણીત કપલોને હેરાન કરવા માટે તેનો દુરુપયોગ કરે છે.

  4. ખાનગી જગ્યાએ સહમતિથી સેક્સ

  ભારત જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વનો બીજો અને ટૂંક સમયમાં ટોચના સ્થાને પહોંચનાર દેશ છે. ભરતા કામસૂત્રની ભૂમિ હોવા છતા સેક્સને હજુ પણ વર્જિત માનવામાં આવે છે. તે કુદરતી પ્રક્રિયા હોવા છતાં લોકો તેના વિશે વાત કરતા અચકાય છે જાણે કે તે ચેપી રોગ છે. આપણી સમગ્ર પુખ્તાવસ્થા દરમિયાન માતા-પિતા અને સંબંધીઓને કહેતા સાંભળ્યા જ હશે કે લગ્ન પહેલાં સેક્સ કરવું એ ગુનો છે. જોકે તે સાચું નથી. ભારતીય બંધારણના અનુચ્છેદ 21 મુજબ કોઈ પણ અપરિણીત યુગલોને ખાનગી જગ્યાઓ પર સહમતિથી સેક્સ કરવા માટે કોઇ હેરાન કરી શકે નહીં. આ બાબત કાયદેસર ગુનો નથી.

  5. લિવ-ઇન રિલેશનશિપમાંથી જન્મેલા બાળકો.

  લિવ-ઇન પાર્ટનર્સમાં જન્મેલા બાળકોને ઘણીવાર ગેરકાયદેસર ગણવામાં આવે છે અને તેમને બીભત્સ Innuendos સાથે લેબલ કરવામાં આવે છે. જો કોઈ પુરુષ અને સ્ત્રી એક જ છત નીચે રહેતા હોય અને કેટલાક વર્ષો સુધી સહવાસ કરતા હોય તો સુપ્રીમ કોર્ટ અનુસાર પુરાવા અધિનિયમની કલમ 114 હેઠળ એવી ધારણા હશે કે તેઓ પતિ-પત્ની તરીકે રહે છે અને તેમનાથી જન્મેલા બાળકો ગેરકાયદેસર રહેશે નહીં.

  6. સાર્વજનિક સ્થળે સભ્ય રીતે બેસવું

  પ્રામાણિક બનીને વિચારશો તો દરેક નાની-મોટી વ્યક્તિ કે કપલ સાથે આ ઘટના બની જ હશે. તમે તમારા ક્લોઝ, સારા મિત્ર કે જીવનસાથી અથવા ભાઈ-બહેનો સાથે પણ બેઠા હોવ તો લોકોએ તમને શંકાના 'લુક' જ આપ્યા હશે. અત્યાર સુધીમાં કેટલાક કથિત કાર્યકરોએ વેલેન્ટાઇન ડેના દિવસે અસંખ્ય યુવાન અપરિણીત યુગલોને માર માર્યો અને અપમાનિત કર્યા હશે. જોકે કાયદાકીય દ્રષ્ટિએ આવો કોઈ કાયદો નથી કે જે તમને સાર્વજનિક સ્થળે બેસતા ગેરકાયદેસર બનાવે.

  આ પણ વાંચો: લગ્ન વિના સેક્સ સંબંધો બાંધનારને થશે સજા! અહીં સરકારે કરી લીધી કાયદો બનાવવાની તૈયારી

  7. સાથે મુસાફરી કરવી

  તમારા જીવનસાથી સાથે મુસાફરી કરવી અને એકલા રહેવું સંપૂર્ણપણે કાયદેસર છે પરંતુ જ્યારે પણ અપરિણીત યુગલો આપણા દેશમાં એકસાથે મુસાફરી કરે છે ત્યારે તેઓને વારંવાર હેરાન કરવામાં આવે છે. યોગ્ય હોટેલ પસંદ કરવાથી માંડીને સાર્વજનિક સ્થળોએ યોગ્ય અંતર જાળવવા સુધી,અવિવાહિત યુગલોએ હજુ પણ સાથે મુસાફરી કરતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડે છે અને લોકોની નજર માટે મર્યાદા જાળવવી પડે છે.  8. સંયુકત સંપત્તિ ખરીદવી

  ઘર હોય કે કાર, અવિવાહિત યુગલોને એકસાથે સંપત્તિ ખરીદતી વખતે અનેક પ્રશ્નોના જવાબ આપવા પડે છે. શું તમને ખાતરી છે? તેના માટે કોણ પેમેન્ટ કરી રહ્યું છે? જો તમે લોકો બ્રેક અપ કરશો તો? એવા અસંખ્ય બિનજરૂરી પ્રશ્નો અપરિણીત કે પરણિત યુગલોને પૂછવામાં આવે છે. આવા ઘણાં પ્રશ્નો પૂછી અપરણિત યુગલને પરેશાન કરવામાં આવે છે.
  Published by:Mayur Solanki
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन