Home /News /national-international /

સીબીઆઈના નવા ડાયરેક્ટર તરીકે ઋષિકુમાર શુક્લાની નિમણૂક

સીબીઆઈના નવા ડાયરેક્ટર તરીકે ઋષિકુમાર શુક્લાની નિમણૂક

ઋષિકુમાર શુક્લાની ફાઇલ તસવીર

એમપી કેડરના ઋષિકુમાર શુક્લા આ રેસમાં સૌથી આગળ મનાતા હતા અને તેમની નિયુક્તી થતા સીબીઆઈના ડાયરેક્ટર પદનો વિવાદ દૂર થયો છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: સેન્ટ્રલ બ્યૂરો ઇન્વેસ્ટીગેશન સીબીઆઈના નવા ડાયરેક્ટર તરીકે એમપી કેડરના ઋષિકુમાર શુક્લના નામની જાહેરાત કરવામાં આવી છે.  ઋષિકુમારની નિમણૃક નિવારે બપોરે થઈ હતી. શુક્રવારે મળેલી બેઠકમાં સિલેક્શન કમિટીએ પાંચ નામ નક્કી કર્યા હતા જે સીબીઆઈના નવા ડાયરેક્ટરના પદ માટે દાવેદાર હોવાની ચર્ચા હતી. સિલેક્શન કમિટીમાં વડા પ્રધાન મોદી, નેતા વિરોધ પક્ષ મલ્લિકાર્જુન ખડગે અને દેશના મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થતો હતો. આ કમિટીએ સીબીઆઈના નવા ડાયરેક્ટરની નિયુક્તી કરી હતી.

    દાવેદાર અધિકારીઓમાં 1985 બેચના મધ્ય પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી અને મધ્ય પ્રદેશના ડીજીપી આર કે શુક્લા ફ્રન્ટ રનર માનવામાં આવતા હતા. તેમના ઉપરાંત  સીઆરપીએફના ડીજી રાજીવ રાય ભટનાગર, યુપીના પૂર્વ ડીજીપી અને એનસીએફએસના ડીજી જાવેહ અહેમદ અને બીપીઆર વિભાગના ડીજીપી એપી મહેશ્વરી, અને સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર અરવિંદ કુમારના નામ પર પણ શુક્રવારે  ચર્ચા થઈ હતી, જેમાંથી ઋષિકુમાર શુક્લાની સીબીઆઈના ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Appointment, Director, નરેન્દ્ર મોદી, સીબીઆઇ

    આગામી સમાચાર