PM નરેન્દ્ર મોદીના નામે પહેલી પૂજાની સાથે ખુલી ગયા કેદારનાથ ધામના કપાટ

News18 Gujarati
Updated: April 29, 2020, 10:50 AM IST
PM નરેન્દ્ર મોદીના નામે પહેલી પૂજાની સાથે ખુલી ગયા કેદારનાથ ધામના કપાટ
પૂજારીઓએ મંત્રોચ્ચાર સાથે બાબા કેદારનાથની પૂજા-અર્ચના કરી, લૉકડાઉનના કારણે શ્રદ્ધાળુ દર્શન નહીં કરી શકે

પૂજારીઓએ મંત્રોચ્ચાર સાથે બાબા કેદારનાથની પૂજા-અર્ચના કરી, લૉકડાઉનના કારણે શ્રદ્ધાળુ દર્શન નહીં કરી શકે

  • Share this:
રૂદ્રપ્રયાગઃ કેદારનાથ મંદિર (Kedarnath Temple)ના કપાટ બુધવારે સવારે 6:10 વાગ્યે ખુલી ગયા. આ પ્રસંગે પૂજારીઓના પરંપરાગત રીતે મંત્રોચ્ચારણની સાથે બાબા કેદારનાથની પૂજા-અર્ચના કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નામે પહેલી પૂજા કરવામાં આવી અને તેની સાથે જ હિન્દુઓના મુખ્ય તીર્થના રૂપમાં પ્રખ્યાત કેદારનાથ ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા. આ પહેલા ભગવાન શિવના આ વિશ્વ પ્રસિદ્ધ મંદિરને ફળોથી શણગારવામાં આવી, જેની સુંદરતા મન મોહી લે તેવી છે.

આ વર્ષે કેદારનાથ ધામના કપાટ ખુલવામાં ખાસ વાત એ છે કે શ્રદ્ધાળુ ભગવાન શંકરના દર્શન નહીં કરી શકે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન (Lockdown)ના કારણે મંદિરના કપાટ નિર્ધારિત સમયે તો ખોલી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ શ્રદ્ધાળુઓને દર્શનની મંજૂરી નથી મળી. મંદિરના મુખ્ય પૂજારી સહિત માત્ર 16 લોકો જ અહીં ઉપસ્થિત રહી શકે.

આ પણ વાંચો, મંગળસૂત્રથી જરૂરી માસ્કઃ Twitter પર છવાઈ નવદંપતીની આ સુંદર તસવીર

26 એપ્રિલથી શરૂ થઈ ચૂકી છે ચારધામ યાત્રા

ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. ગત 26 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલવાની સાથે જ આ પવિત્ર યાત્રાની શરૂઆત થઈ ગઈ. ચારધામ યાત્રાના શરૂ થવાની સાથે જ હવે લોકોને બાબા કેદારનાથ ધામના કપાટ ખોલવાનો ઇંતજાર હતો. જને 29 એપ્રિલ એટલે કે આજે ખોલવામાં આવી ચૂક્યા છે. બીજી તરફ, આ પહેલા સોમવારે પરંપરાગત રીતે બાબા કેદારની ડોલીનું આયોજન કરવામાં આવ્યું. હાડ થીકવતી ઠંડી વચ્ચે શ્રદ્ધાળુ ખુલ્લા પગે જ બાબા કેદારની ડોલી લઈને કેદારનાથ ધામની તરફ આગળ વધ્યા.

જોકે કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા માટે હાલ લૉકડાઉન લાગુ છે. ઉત્તરાખંડના વિભિન્ન વિસ્તારોમાં લોકો પોતાના ઘરોમાં કેદ છે. તેમ છતાંય જેમણે પણ આ મનોહર દૃશ્ય જોયું તેઓ આનંદ વિભોર થઈ ગયા.

આ પણ વાંચો, અમદાવાદ, સુરત, વડોદરા સહિત આ 15 શહેરોમાં સ્થિતિ સુધરશે તો ભારત કોરોના સામેનું યુદ્ધ જીતી જશે!

 
First published: April 29, 2020, 10:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading