Home /News /national-international /Kedarnath Opening: બાબા કેદારનાથનાં કપાટ ખુલ્યા, ભારે ઠંડક વચ્ચે ઉમટ્યાં ભક્તો, PM મોદીનાં નામે થઇ પહેલી પૂજા
Kedarnath Opening: બાબા કેદારનાથનાં કપાટ ખુલ્યા, ભારે ઠંડક વચ્ચે ઉમટ્યાં ભક્તો, PM મોદીનાં નામે થઇ પહેલી પૂજા
બાબા કેદારનાથનાં કપાટ ખુલ્યા, PM મોદીનાં નામે થઇ પહેલી પૂજા
Char Dharm Yatra: ગંગોત્રી અને યમનોત્રી બાદ કેદારનાથ ધામનાં પટ ખોલી દેવામાં આવ્યાં છે. ધામમાં પહેલી પૂજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નામે સંપન્ન કરવામાં આવી. આ સમયે શ્રદ્ધાળુઓની સંખ્યા જે રીતે જોવાં મળી રહી છે. તેનાંથી આ વખતે ચાર ધામ યાત્રામાં ભક્તોની ભારે ભીડ જોવા મળે તેવી શક્યતાઓ છે.
રુદ્રપ્રયાગ: હર હર મહાદેવનાં નારાથી સંપૂર્ણ કેદારનગરી (Kedarnath Opening) તે સમયે ગૂંજી ઉઠી જ્યારે 6 મેની સવારે 6 વાગીને 25 મિનિટે બાબા કેદાર ધામનાં કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યાં છે. આ સમયે ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami) હાજર હતાં અને તેમણે તેમનાં સોશિયલ મીડિયા પર કેદાર ધામનાં કપાટ ખુલ્યાની સૂચના જાહેર કરી. ધામ ખુલ્યા બાદથી જ પંરપરા અનુસાર ધામની પૂજા અર્ચના શરૂ છે. આ સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદાર ધામમાં દર્શન માટે પહોંચ્યા છે.
ડોલી પહોંચ્યા બાદ જ ધામ ભક્તિમય બની ગયું આ પહેલા ગુરુવારે બાબાના ચાલવિગ્રહ ઉત્સવ ડોલી બાબા કેદારનાથ ધામ પહોંચી હતી. હજારો ભક્તો અને બમબમ ભોલેનાથના જયઘોષ સાથે ડોલી ધામમાં પહોંચી હતી. શુક્રવારે સવારે બાબાએ દરવાજા ખોલ્યા પછી આ ડોલીને મંદિરની અંદર મૂકવાની પરંપરા શરૂ થઈ. આખી રાત ડોળી આરામ માટે મંદિરના ભંડારમાં રહી હતી અને હજારો ભક્તોમાં ડોળી સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેદારનાથ ધામમાં પ્રથમ વખત ભક્તો આદિ ગુરુ શંકરાચાર્યની સમાધિમાં શંકરાચાર્યની મૂર્તિના પણ દર્શન કરશે. 2013ની દુર્ઘટનામાં આ સ્થળ નાશ પામ્યું હતું, જેને ફરીથી બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે આ સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર