પાકિસ્તાનમાં એક બિસ્કીટની જાહેરાતે હવે નવો વિવાદ ઊભો કર્યો છે. (Pakistan) આ વિજ્ઞાપનમાં મોડલ મહવિશ હયાત (Pakistani Model Mahwish Hayat) પારંપરિક કપડાંમાં ડાન્સ કરતી નજરે પડે છે અને આ બિસ્કીટને દેશનો બિસ્કીટ જણાવી રહી છે. જો કે બીજી તરફ આ વિજ્ઞાપનને અશ્લીલ કહેવામાં આવ્યું છે. અને વિરોધ કરનાર લોકો આ વિજ્ઞાપનમાં મહવિશના ડાન્સને મુઝરો કહી રહ્યા છે. આ વિજ્ઞાપનને લઇને મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. વિરોધ કરનાર લોકોએ પાકિસ્તાનની ઇમરાન સરકારથી આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો કે પાકિસ્તાન બીજો વર્ગે આ વિજ્ઞાપનને મહિલાની આઝાદીની સાથે જોડીને તેનો વિરોધ કરી રહી છે.
નવાઇની વાત એ છે કે આ બિસ્કીટની જાહેરાતના વિરોધમાં લોકો રસ્તા પર આવી ગયા છે. બીજી તરફ મંત્રીઓ આ જાહેરાતને અયોગ્ય બતાવી રહ્યા છે.
આ વિજ્ઞાપન પર અશ્લીલ હોવાનો આરોપ મૂકી રહ્યા છે. અને તેને તાત્કાલિક બંધ કરવાની માંગ પણ ઉઠી છે. વિરોધ કરનાર લોકોએ પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગુલેટરી એથોરિટી વિરુદ્ધ પણ કાર્યવાહી કરી છે. જો કે પેમરાની વિરોધને જોતા આ કંટેન્ટ પર વિચાર કરવાની વાત પણ કરી છે.
Let me take you on a majestic journey of our #des, as the most awaited #deskayqissay is unveiled. It has been an absolute pleasure to be part of this masterpiece by #Gala#deskabiscuit, where we cherish the cultural diversity of our des bcoz “apnay des ka har rung hai Niraala” ♥️ pic.twitter.com/BBb6IQ0IMp
વિજ્ઞાપનમાં અભિનેત્રી સાથએ અન્ય કલાકાર પર ડાન્સ કરતા અને હસતા નાંચતા નજરે પડે છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં આ જાહેરાતને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. એક યુઝરે તો આને જાહેરાતના નામે મુઝરો કહેતા કહ્યું કે પાકિસ્તાનમાં પેમરા નામની કોઇ સંસ્થા પણ છે કે નહીં?
જેના જવાબમાં વિજ્ઞાપનનું સમર્થન કરતી એક મહિલાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ સમાજને હસતી, ખુશ રહેતી, નાચતી મહિલાઓથી આટલી નફરત કેમ છે. આ સમાજને કેમ ડરેલી, રોતી મહિલાઓ જ પસંદ છે. પાકિસ્તાની ટીવી પર જ્યારે ગમગીન મહિલા બતાવવામાં આવે છે ત્યારે કેમ કોઇ આપત્તિ વ્યક્ત નથી કરતું.
ઉલ્લેખનીય છે કે આ વીડિયો જોઇને અનેક ભારતીય યુઝર્સ તે વિચારમાં પડી ગયા છે કે આમાં અશ્લીલ શું છે?
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર