કેપ્ટન Amarinder Singhની પાક મહિલા મિત્રને લઈને થયો હંગામો, રંધાવાએ કહ્યું- ISI કનેક્શનની તપાસ થશે 

આરૂસા આલમ સાથે કેપ્ટન. (ફાઈલ ફોટો)

સુખજિન્દર સિંહ રંધાવા (Deputy CM Sukhjinder Singh Randhawa)એ કહ્યું, ‘કેપ્ટન અમરિન્દર સિંહને વારંવાર ચેતવણી આપવા છતાં તેમની પાક મહિલા મિત્ર સાડા ચાર વર્ષ સુધી એમની સરકારી કોઠીમાં રહી.’

 • Share this:
  ચંડીગઢ. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ (Captain Amarinder Singh)ની નવી પાર્ટીની રચનાની જાહેરાત બાદ કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની રાજકીય મુશ્કેલીઓ વધતી દેખાય છે. બંને પાર્ટીઓએ પૂર્વ મુખ્યમંત્રી વિરુદ્ધ સંપૂર્ણપણે મોરચો ખોલ્યો છે. ભાજપના નેતા જ્યાં કેપ્ટનને એક રાષ્ટ્રવાદી નેતાનો દરજ્જો આપી રહ્યા છે, ત્યાં હવે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)એ કેપ્ટનની દેશભક્તિ પર સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓની ટીકા કરતા આમ આદમી પાર્ટીના નેતા અને વિપક્ષ નેતા હરપાલ સિંહ ચીમા (Harpal Singh Cheema)એ કહ્યું, ‘કેપ્ટન અમરિન્દર સિંહના નિવાસ પર કથિત ISI એજન્ટ (આરૂસા આલમ)ના રોકાવા પર કોંગ્રેસ નેતાઓ અને મંત્રીઓનું શું વલણ છે? શું એ સમયે કોંગ્રેસીઓને ખબર ન હતી કે તે એક ISI એજન્ટ છે?’

  આ મામલો ગરમ થતાં પંજાબના ડેપ્યુટી સીએમ સુખજિન્દર સિંહ રંધાવા (Deputy CM Sukhjinder Singh Randhawa)એ કહ્યું કે કેપ્ટન અમરિન્દર સિંહની પાક મહિલા મિત્ર તેમજ પાક ખુફિયા એજન્સી ISI કનેક્શનની તપાસ કરાવવામાં આવશે.

  આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં 39 મહિલા ઓફિસરોની મોટી જીત, મળશે સેનામાં સ્થાયી કમિશન

  ચીમાએ કર્યો કટાક્ષ
  પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહને ‘દેશભક્તિ પ્રમાણ પત્ર’ આપવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટીકા કરતા ચીમાએ કહ્યું કે, દેશના ખેડૂત જે શાંતિથી વિરોધ કરી રહ્યા છે, તેમને ‘આતંકવાદી, ખાલિસ્તાની’ કહેવામાં આવે છે. જ્યારે અમરિન્દર જેના ઘરમાં ‘પાકિસ્તાની એજન્સી ISIની એજન્ટ’ મહેમાનના રૂપમાં હતી, એ ભાજપ માટે દેશભક્ત છે.

  રંધાવાએ કહ્યું, ‘કેપ્ટન અમરિન્દર સિંહને વારંવાર ચેતવણી આપવા છતાં તેમની પાક મહિલા મિત્ર સાડા ચાર વર્ષ સુધી એમની સરકારી કોઠીમાં રહી.’ તેમણે કહ્યું કે તેઓ ડીજીપી ઇકબાલપ્રીત સિંહ સહોતાને તપાસનો આદેશ આપશે કે આ મામલાની બારીકાઈથી તપાસ કરવામાં આવે. ‘ઈડી કેસનો સામનો અને પાકિસ્તાની નાગરિકને શરણ આપ્યા બાદ કેપ્ટન અમરિન્દર સિંહે બીજેપી સાથે હાથ મિલાવ્યા છે.’

  આ પણ વાંચો: Amit Shah Birthday: ભાજપના ‘ચાણક્ય’ મંત્રી કહેવાતા અમિત શાહની રાજકીય સફર કઈ રીતે શરુ થઈ? વાંચો

  બીજી તરફ એક નિવેદનમાં ચીમાએ કહ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર દેશની રક્ષા અને ઉજ્જડ જમીનને ઉપજાઉ બનાવવા માટે પોતાની જિંદગી ખોઈ બેસનારા ખેડૂતો-મજૂરો અને તેમના બાળકોને આતંકવાદી તરીકે જુએ છે.

  https://hindi.news18.com/news/punjab/ruckus-on-captain-amrinder-singh-pak-lady-friend-deputy-cm-sukhjinder-singh-randhawa-ordered-isi-connection-probe-punss-3810297.html
  Published by:Nirali Dave
  First published: