યુપી BJP અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહના કાર્યક્રમમાં અફરાતફરી, આંગળીમાં ફ્રેક્ચર
News18 Gujarati Updated: August 12, 2019, 4:10 PM IST

સ્વતંત્ર દેવ સિંહ (ફાઇલ તસવીર)
સ્વતંત્ર દેવ સિંહ મુઝફ્ફરનગરમાં એક કાર્યક્રમાં હાજરી આપવા માટે ગયા હતા. અફરાતફરીથી બીજેપીના અધ્યક્ષ ઘાયલ થયા.
- News18 Gujarati
- Last Updated: August 12, 2019, 4:10 PM IST
ઉત્તર પ્રદેશ બીજેપીના નિવનિયુક્ત અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ (Swatantra Dev Singh) સોમવારે મુઝફ્ફરનગરમાં એક કાર્યક્રમ દરમિયાન ઘાયલ થઈ ગયા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રદેશ અધ્યક્ષની હાથની આંગણીમાં ફ્રેક્ચર આવ્યું છે. સ્વતંત્ર દેવ સિંહને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાડકાંના ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે. સ્વતંત્ર દેવ સિંહને પીએમ નરેન્દ્ર મોદીના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. બીજેપીમાં તેમણે કાર્યકરથી લઈને સંગઠનકર્તા સુધીની સફર ખેડી છે. લોકસભાની ચૂંટણીથી લઈને યૂપી વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં મોદીની તમામ રેલીને સફળ બનાવવાની જવાબદારી તેમના ઉપર હતી. તેમણે આ જવાબદારી સારી રીતે નિભાવી હતી અને પોતાની સંગઠન ક્ષમતાને સાબિત પણ કરી હતી.
કુશળ સંગઠનકર્તા તરીકેની છાપ
સ્વસંત્ર દેવ સિંહ વિશે જણાવવામાં આવે છે કે તેઓ વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીની રેલીને સફળ બનાવવા માટે જે તે શહેરમાં જઈને ત્યાં જ કામ કરવા લાગે છે. તેમની પાસે બૂથથી લઈને મંડળ સ્તર સુધી કાર્યકરોની જાણકારી હોય છે.આ પણ વાંચો : બીજેપી સાંસદ દીયા કુમારીએ કહ્યું- 'અમે ભગવાન રામના વંશજ છીએ'
મિર્ઝાપુર પૈતૃક ગામ
ઉલ્લેખનીય છે કે સ્વતંત્ર દેવ સિંહનું પૈતૃક ગામ મિર્ઝાપુર જનપદમાં છે. મિર્ઝાપુર જનપદમાં જન્મેલા સ્વતંત્ર દેવ સિંહે બુંદેલખંડના ઝાલોનને પોતાની કર્મભૂમિ બનાવી હતી. અહીંથી જ તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે આખા ઉત્તર પ્રદેશમાં તેમનો ડંકો વાગે છે. રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા ન હોય તેવા પરિવારમાં જન્મેલા સ્વતંત્ર દેવ સિંહ આરએસએસ સાથે જોડાયા બાદ હાલ બીજેપીમાં સક્રિય છે.

Loading...