જામિયાની વિદ્યાર્થિનીએ રડતાં રડતાં કહ્યું, 'આ મારું ઘર હતું, જુઓ શું હાલ કરી દીધો'

News18 Gujarati
Updated: December 16, 2019, 12:28 PM IST
જામિયાની વિદ્યાર્થિનીએ રડતાં રડતાં કહ્યું, 'આ મારું ઘર હતું, જુઓ શું હાલ કરી દીધો'
વિદ્યાર્થિનીએ કહ્યું કે, અમે આખી રાત ભાગતા રહ્યા. હવે આજે પરીક્ષા છે અને જુઓ શું હાલત કરી દીધી છે.

'પોલીસ ગર્લ્સ હૉસ્ટેલમાં ઘૂસીને બધાને બહાર કાઢવા લાગી, તમામ સ્ટુડન્ટ્સે ભાગીને પોતાનો જીવ બચાવ્યો'

  • Share this:
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act) વિરુદ્ધ રવિવારે જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી (Jamia Millia Islamia University)ની આસપાસમાં થયેલા હિંસક પ્રદર્શન (Violent Demonstration) દરમિયાન અનેક બસોને આગને હવાલે કરી દેવામાં આવી. ત્યારબાદ પોલીસે ભીડને ભગાડવા માટે લાઠીચાર્જ કર્યો. આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ખૂબ જ ગરમાયેલો છે. હવે સોશિયલ મીડિયા પર એક યુવતીનો રડતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પીડિતા વિદ્યાર્થિનીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે મારું નામ અનુજ્ઞા છે અને હું રાંચીની રહેવાસી છું. હું અહીં બહુ અસુરક્ષિત અનુભવી રહી છું. તેથી હું ઘરે જઈ રહી છું. તેણે કહ્યું કે આ મારી માત્ર યુનિવર્સિટી નથી, આ મારું ઘર હતું. જુઓ શું હાલ કરી દીધો છે.

'આ મારું ઘર હતું, જુઓ તેનો શું હાલ કરી દીધો છે'

યુવતીએ કહ્યું કે જુઓ આ શું હાલ કરી દીધો છે મારી યુનિવર્સિટીનો. આ મારું ઘર હતું મને મારા ઘરથી ભાગવા માટે મજબૂર કરી દેવામાં આવી. આખી રાત આમ-તેમ ભાગતા રહ્યા. સવારે આવ્યા તો જોયું કે આ શું થઈ ગયું છે મારા ઘરનું. હવે અમે શું કરીશું, ક્યાં જઈશું?


'પોલીસ ગર્લ્સ હૉસ્ટેલમાં ઘૂસી અને બધાને બહાર કાઢી દીધા'

યુવતીએ આરોપ લગાવ્યો કે પોલીસકર્મી પ્રોટેસ્ટ કરી રહેલા સ્ટુડન્ટ્સને પકડવાના નામે બૉયલ હૉસ્ટેલની સાથે જ ગર્લ્સ હૉસ્ટેલમાં પણ ઘૂસી ગયા. તમામ સ્ટુડન્ટ્સે ભાગીને પોતાનો જીવ બચાવ્યો. આજે અમારી પરીક્ષ હતી. પરંતુ હવે શું થશે? કાશ લોકો જોઈ શકતા કે શું હાલત કરવામાં આવી છે. શું આ જ ડેમોક્રેસી છે.

અનેક બસોને આગને હવાલે કરી દીધી

નોંધનીય છે કે, રવિવારે પ્રદર્શનકર્તાઓએ અનેક બસોને આગને હવાલે કરી દીધી હતી. સાથોસાથ તોડફોડ પણ કરવામાં આવી હતી. પ્રદર્શનકર્તાઓએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. તેમાં અનેક પોલીસકર્મી ઘાયલ થઈ ગયા હતા. બાદમાં પોલીસે બળનો પ્રયોગ કરી લાઠીચાર્જ કર્યો. બીજી તરફ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે દક્ષિણ દિલ્હીમાં થયેલી હિંસાની ટીકા કરી હતી. તેઓએ કહ્યુ કે વિરોધ પ્રદર્શનો શાંતિપૂર્ણ હોવા જોઈએ.

આ પણ વાંચો, સ્ટુડન્ટ્સ હોવાથી ઉપદ્રવનો અધિકારી નથી મળી જતો : જામિયા હિંસા પર સુપ્રીમ કોર્ટ
First published: December 16, 2019, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading