અબજપતિઓના દેશ છોડવાના બાબતમાં ભારત સૌથી આગળ- રૂચિર શર્મા

 • Share this:
  ન્યૂઝ18ના રાઈઝિંગ ઈન્ડિયા સમિટમાં મોર્ગન સ્ટેનલીના ચીફ ગ્લોબલ સ્ટ્રેટજિસ્ટ રૂચિર શર્માએ કહ્યું કે, અબજપતિઓના દેશ છોડવાના મામલામાં ભારત સૌથી આગળ છે. રૂચિર શર્માએ કહ્યું, 'વર્ષ 2014થી અત્યાર સુધી 23000 અબજપતિ દેશ છોડીને ભાગી ગયા છે. ગત વર્ષ 7000 અબજપતિઓએ દેશ છોડી દીધો હતો. તે પહેલા 4000 લોકોએ દેશ છોડી દીધો હતો. આની સૌથી મોટી સાઈડ ઈફેક્ટ તે છે કે તમારે તમારા દેશમાં ઈનવેસ્ટ કરવા માટે લોકોની જરૂરિયાત છે અને અબજપતિના ભાગવાની સીધી અસર સ્થાનિક માર્કેટ પર પડે છે.'

  રૂચિર શર્માએ કહ્યું કે, ભારત પાસે તક છે પરંતુ તે વર્લ્ડ ગ્રોથનો લાભ લઈ શકતું નથી. દુનિયાના 40 દેશોની વર્કિંગ પોપ્યુલેશન ઘટી રહી છે. આ આર્થિક વિકાસ માટે મોટો ઝટકો છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા પર વાત કરતાં તેમણે કહ્યું, દુનિયામાં બેરોજગારી છેલ્લા 40 વર્ષની તુલનામાં સૌથી ઓછી છે. પરંતુ ભારત હજું પણ નોકરીની કમી સામે લડી રહ્યાં છે.

  રૂચિર શર્માએ કહ્યું કે આપણે માર્કેટને ચૂંટણી સાથે લિંક ન કરવી જોઈએ. તેમણે ક્હયું કે રાજનીતિનું મહત્વ થોડુ વધારે કરી દીધું છે. મને લાગે છે કે આપણે ચૂંટણીના આધારે માર્કેટનું પરિણામ ન નીકાળવું જોઈએ. પોલબાયપોલ માર્કેટને પ્રભાવિત કરતાં નથી. રાજનીતિને ફોલો કરવું રસપ્રદ છે પરંતુ ઈકોનોમિસ્ટની પોતાની અલગ વાત છે. એફડીઆઈ પર રૂચિર શર્માએ કહ્યું, 'તમે આજે દુબઈ જાવ તો સંભાવના છે કે તમને દિલ્હીની કોઈ રેસ્ટોરન્ટ કરતાં વધારે ભારતીયો દેખાય. મારા માટે ભારત હંમેશા રાઈઝિંગ રહ્યું છે.
  Published by:Mujahid Tunvar
  First published: