બિહારમાં RTI એક્ટિવિસ્ટ અને પત્રકારની ક્રૂર હત્યા, ગુમ થયાના 3 દિવસ બાદ અડધી બળેલી લાશ મળી

મૃતકના પરિવારજનોનો આરોપ છે કે, ‘બુદ્ધિનાથ ઝા આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે કામ કરતો હતો અને તેણે બેનીપટ્ટીમાં ગેરકાયદેસર રીતે સંચાલિત કેટલાક ખાનગી નર્સિંગ હોમ્સ વિરુદ્ધ મહત્વપૂર્ણ માહિતી એકઠી કરી હતી.' (File)

મૃતકના પરિવારજનોનો આરોપ છે કે, ‘બુદ્ધિનાથ ઝા RTI એક્ટિવિસ્ટ તરીકે કામ કરતો હતો તેણે બેનીપટ્ટીમાં ગેરકાયદેસર રીતે સંચાલિત કેટલાક ખાનગી નર્સિંગ હોમ્સ વિરુદ્ધ મહત્વપૂર્ણ માહિતી એકઠી કરી હતી, જેને લીધે તેની હત્યા કરવામાં આવી છે.’

 • Share this:
  મધુબની. બિહારના મધુબની જિલ્લાનો બેનીપટ્ટી પોલિસ સ્ટેશન વિસ્તાર ફરી એક વાર હત્યા (Madhubani Murder Case)ની ઘટનાથી સમસમી ગયો છે. અહીં રસ્તાની બાજુએ એક 25 વર્ષીય યુવકની અર્ધ બળેલી લાશ બોરીમાં બાંધેલી મળી આવી છે અને આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. મૃતકની ઓળખ બેનીપટ્ટી બજારના રહેવાસી બુધિનાથ ઝા ઉર્ફે અવિનાશ તરીકે થઈ છે. કહેવાય છે કે બુદ્ધિનાથ ઝા આરટીઆઈ એક્ટિવિસ્ટ (RTI Activist) તરીકે કામ કરતો હતો. ઉપરાંત તે સોશ્યલ મીડિયાના માધ્યમથી પત્રકારત્વ પણ કરતો હતો. પરિવારજનોથી મળેલી જાણકારી મુજબ 9 નવેમ્બરની રાતથી જ બુદ્ધિનાથ ઝા ઘરે પાછો ફર્યો ન હતો.

  ઘણી શોધખોળ પછી પરેશાન થયેલા પરિવારજનોએ 11 નવેમ્બરે બેનીપટ્ટી પોલીસ સ્ટેશનમાં બુદ્ધિનાથ ઝાના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી, ત્યારબાદ બેનીપટ્ટી પોલીસ ગુમ થયેલા યુવકને શોધી રહી હતી. આ દરમ્યાન બેનીપટ્ટી પોલીસ સ્ટેશનના ઉડેન ગામમાં સ્ટેટ હાઈવે નંબર 52 નજીક રોડની બાજુમાં ઝાડીઓમાંથી લગભગ 25 વર્ષીય યુવકનો અડધો બળેલો મૃતદેહ મળી આવ્યો હતો. કહેવાય છે કે યુવકના મૃતદેહને બોરીમાં બાંધીને ફેંકી દેવામાં આવ્યો હતો, જેની ઓળખ બુદ્ધિનાથ ઝા ઉર્ફે અવિનાશ તરીકે થઈ છે.

  આરટીઆઈ એક્ટિવિસ્ટ હતો બુદ્ધિનાથ ઝા

  હાલ બેનીપટ્ટી પોલિસ નવો કેસ નોંધીને સમગ્ર મામલાની તપાસ કરવામાં લાગી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચાર દિવસ પહેલા જ બુદ્ધિનાથ ઝાનું મૃત્યુ થવાની વાત સામે આવી છે. બેનીપટ્ટી પોલિસ સ્ટેશનના ઈન્ચાર્જ અરવિંદ કુમારનું કહેવું છે કે આ કેસમાં પોલિસની ટીમ ઘણા પાસાઓની તપાસ કરી રહી છે. આશા છે કે ટૂંક સમયમાં કેસનો ખુલાસો થઈ જશે.

  આ પણ વાંચો: ‘કરી પત્તા’ના નામે Amazonથી થતી હતી ગાંજાની દાણચોરી, 2ની ધરપકડ, કંપની પર ઉઠ્યા સવાલ

  ગેરકાયદેસર ચાલતા નર્સિંગ હોમ્સનો પર્દાફાશ કર્યો હતો

  મૃતકના પરિવારજનોનો આરોપ છે કે, ‘બુદ્ધિનાથ ઝા આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે કામ કરતો હતો અને આ સંબંધમાં તેણે બેનીપટ્ટીમાં ગેરકાયદેસર રીતે સંચાલિત કેટલાક ખાનગી નર્સિંગ હોમ્સ વિરુદ્ધ મહત્વપૂર્ણ માહિતી એકઠી કરી હતી તેમજ આ મામલે વહીવટીતંત્ર પાસે કાર્યવાહીની માંગ કરી હતી, જેને લીધે તેની હત્યા કરવામાં આવી છે.’

  આ પણ વાંચો: ઓરિસ્સા: મુખ્યમંત્રીને મળવા જઈ રહેલા ધારાસભ્ય અને મંત્રીના કાફલા પર ઈંડા ફેંકવામાં આવ્યા, આ છે મામલો

  યુવાન પુત્રની હત્યાથી પરિવારમાં શોક

  એવું પણ જાણવા મળ્યું છે કે બુદ્ધિનાથ ઝા આરટીઆઈ એક્ટીવિસ્ટ સાથે બેનીપટ્ટીમાં પોતાનું તપાસ ઘર પણ ચલાવતો હતો. યુવાન પુત્રની ઘાતકી હત્યા બાદ પરિવારમાં શોકનો માહોલ છે. સાથે જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
  Published by:Nirali Dave
  First published: