Home /News /national-international /કેરળમાં આરએસએસ કાર્યકર્તાની હત્યા, ભાજપાએ પીએફઆઈ પર લગાવ્યો આરોપ

કેરળમાં આરએસએસ કાર્યકર્તાની હત્યા, ભાજપાએ પીએફઆઈ પર લગાવ્યો આરોપ

હુમલાખોરો શનિવારે શ્રીનિવાસનની (RSS worker Srinivasan)દુકાન પર પહોંચ્યા હતા અને તેમની પર હુમલો કર્યો હતો

rss worker srinivasan killed - આરએસએસ કાર્યકર્તાની હત્યા પછી ભાજપાના પ્રદેશ અધ્યક્ષ કે સુરેંન્દ્રને ટ્વિટ કરીને કેરળ સરકાર અને કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા

    પલક્કડ : કેરળના પલક્કડમાં (Palakkad) શનિવારે બપોરે એક ગેંગે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના એક કાર્યકર્તાની હત્યા કરી દીધી છે. પોલીસે આ જાણકારી આપી છે. મૃતકનું નામ શ્રીનિવાસન (45) છે. હુમલાખોરો શનિવારે શ્રીનિવાસનની (RSS worker Srinivasan)દુકાન પર પહોંચ્યા હતા અને તેમની પર હુમલો કર્યો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે આરોપી મોટરસાઇકલથી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.

    પોલીસ અધિકારીઓએ કહ્યું કે ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા પણ તેને બચાવી શક્યા ન હતા. ભાજપાએ આરોપ લગાવ્યો છે કે શ્રીનિવાસનની હત્યા પાછળ વિવાદિત સંગઠન પીએફઆઈના સહયોગી સંગઠનનો હાથ છે. શ્રીનિવાસન પર હુમલાના 24 કલાક પહેલા પાસેના એક ગામમાં પોપુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઈ)ના નેતા સુબૈરની હત્યાનો મામલો સામે આવ્યો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે સુબૈરની હત્યા તે સમયે થઇ હતી જ્યારે તે શુક્રવારે મસ્જિદમાં નમાજ પઢીને ઘરે પરત ફરી રહ્યો હતો.

    આ પણ વાંચો - કોંગ્રેસ જોઇન કરશે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર? દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક

    હુમલા પર પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે શ્રીનિવાસનની હત્યા પાછળ પીએફઆઈની રાજનીતિક શાખા સોશલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (એસડીપીઆઈ) છે.

    આરએસએસ કાર્યકર્તાની હત્યા પછી ભાજપાના પ્રદેશ અધ્યક્ષ કે સુરેંન્દ્રને ટ્વિટ કરીને કેરળ સરકાર અને કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે મુખ્યમંત્રી પિનારાઇ વિજયનના શાસનકાળમાં સંગઠને 23 કાર્યકર્તાઓને ગુમાવી દીધા છે. તેમણે આરોપ લગાવ્યો કે કેરળમાં વામપંથીઓ અને જિહાદીઓનો આતંક ઝડપથી વધી રહ્યો છે.

    પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં કેન્દ્ર

    કેન્દ્ર સરકાર જલ્દી પોપુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઈ) (popular front of india)સંગઠન પર પ્રતિબંધ લગાવી શકે છે. હાલમાં જ દેશભરના વિભિન્ન રાજ્યોમાં રામ નવમી (ram navami)ઉત્સવ દરમિયાન થયેલી હિંસા અને સાંપ્રદાયિક તણાવ માટે કેરળ સ્થિત વિવાદિત સંગઠન પીએફઆઈને (pfi)જવાબદાર ગણાવ્યું છે. સૂત્રોએ ન્યૂઝ 18 ને આ જાણકારી આપી છે. જાણકારી પ્રમાણે પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવાને લઇને સરકાર આ સપ્તાહે નિર્ણય કરી શકે છે. કેન્દ્રએ કહ્યું કે પ્રતિબંધ સાથે જોડાયેલી બધી તૈયારીઓ પુરી થઇ ગઈ છે અને જલ્દી આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવી શકે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: RSS, કેરલ

    विज्ञापन
    विज्ञापन