રામ જન્મભૂમિ કેસ : સંઘના વડા ભાગવતે કહ્યું, 'સાથે મળીને મંદિરનું નિર્માણ કરીશું'

News18 Gujarati
Updated: November 9, 2019, 1:50 PM IST
રામ જન્મભૂમિ કેસ : સંઘના વડા ભાગવતે કહ્યું, 'સાથે મળીને મંદિરનું નિર્માણ કરીશું'
આર.એસ.એસ. સુપ્રીમોએ રામ જન્મભૂમિ કેસના ચુકાદા બાદ કહ્યું,'જનતાની ભાવનાને ન્યાય મળ્યો'

આર.એસ.એસ. સુપ્રીમોએ રામ જન્મભૂમિ કેસના ચુકાદા બાદ કહ્યું,'જનતાની ભાવનાને ન્યાય મળ્યો'

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી :સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ અયોધ્યા (Ayodhya) મામલે શિયા વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડા (Nirmohi Akhara)નો દાવો ફગાવી દીધો છે. આ મામલે કોર્ટે બે પક્ષો રામ લલા બિરાજમાન અને સુન્ની વકફ બોર્ડની દલીલો પર નિર્ણય આપ્યો છે. આ નિર્ણય બાદ કોર્ટે વિવાદીત જમીન રાલ લલાને આપવાનો નિર્ણય કર્યો છે. કોર્ટના ચુકાદા બાદ સંઘ સુપ્રિમો મોહન ભાગવત (RSS Head Mohan Bhgwat)એ પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતું. ભાગવતે જણાવ્યું હતું કે 'સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. જનતાની ભાવનાને ન્યાય મળ્યો છે. આ ચુકાદાને જયપરાજયની ભાવનાથી ન જોવો જોઈએ. અયોધ્યામાં આપણે સાથે મળીને મંદિરનું નિર્માણ કરીશું.

ભાગવતે જણાવ્યું, “રામ જન્મભૂમિના સંબંધમાં હું ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા આ દેશની જનભાવના અને આસ્થા તેમજ શ્રદ્ધાને ન્યાય આપનારા ચુકાદાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્વાગત કરે છે. દાયકા સુધી ચાલનારી લાંબી ન્યાયિક પ્રક્રિયા બાદ આ અંતિમ નિર્ણય થયો છે. આ લાંબી પ્રક્રિયામાં રામ જન્મભૂમિ સંબંધીત તમામ પાસાઓનો બારીકાઈથી વિચાર થયો છે. તમામ પક્ષો દ્વારા પોત પોતાના દૃષ્ટીકોણ રાખવામાં આવ્યા હતા અને તેનું મુલ્યાંકન થયું હતું.”

આ પણ વાંચો :  અયોધ્યા ચુકાદા પર PM મોદીનું ટ્વિટ : દેશના લોકો માટે ભારતભક્તિની ભાવનાને મજબૂત કરવાનો સમય

ભાઈચારો જાળવી રાખીએ સાથે મળીને મંદિર બનાવીશું : ભાગવત

મોહન ભાગવતે શાંતિની અપીલ કરતા જણાવ્યું હતું કે આ નિર્ણય સ્વીકાર કરવાની મન:સ્થિતિ ભાઈચારો બનાવી રાખતા પૂર્ણ સુવ્યવસ્થા જાળવી રાખવા માટે સરકારી અને સમાજના તમામ સ્તરે પર થયેલા તમામ લોકોના પ્રયાસોનું પણ સ્વાગત અને અભિનંદન કરીએ છીએ. અત્યંત સંયમ પૂર્વક ન્યાયની રાહ જોનારી ભારતીય જનતા પણ અભિનંદન પાત્ર છે.
First published: November 9, 2019, 1:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading