રામ મંદિરના નિર્માણ પર મોદીએ ઉઠાવેલું પગલું RSSની જૂની રણનીતિનો જ હિસ્સો

News18 Gujarati
Updated: January 2, 2019, 12:03 PM IST
રામ મંદિરના નિર્માણ પર મોદીએ ઉઠાવેલું પગલું RSSની જૂની રણનીતિનો જ હિસ્સો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

આરએસએસે ટ્વીટ કરી જણાવ્યું કે, ભાજપ 1989માં પાલમપુર અધિવેશન પર પસાર પ્રસ્તાવને અનુરૂપ જ કામ કરી રહી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: નરેન્દ્ર મોદીના રામ મંદિરને લઈને ઠરાવ લાવવાની નિવેદન પર રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘે (આરએસએસ) પ્રતિક્રિયા આપતા એક તરફ જ્યાં વડાપ્રધાનની પહેલને સકારાત્મક પગલું ગણાવ્યું છે, તો બીજી તરફ, એ વાતની પણ યાદ અપાવી છે કે જનતાએ ભાજપના રામ મંદિર નિર્માણના વાયદા પર વિશ્વાસ મૂકી વોટ આપ્યા હતા.

આરએસએસે ટ્વીટ કરી જણાવ્યું કે, ભાજપ 1989માં પાલમપુર અધિવેશન પર પસાર પ્રસ્તાવને અનુરૂપ જ કામ કરી રહી છે. સંઘે રામ મંદિર પર વડાપ્રધાન મોદીની પહેલાને મંદિર નિર્માણની દિશામાં સકારાત્મક પગલું ગણાવ્યું છે. વડાપ્રધાને અયોધ્યામાં શ્રીરામના ભવ્ય મંદિર બનાવવાના સંકલ્પને પોતાના ઈન્ટરવ્યૂમાં પુન: સ્મરણ કરવું ભાજપના પાલમપુર અધિવેશન (1989)માં પસાર પ્રસ્તાવને અનુરૂપ જ છે.

સંઘના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014ના ભાજપના ચૂંટણી ઘોષણાપત્રમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે બંધારણ મુજબ ઉપલબ્ધ તમામ શક્ય પ્રયાસ કરવાનો વાયદો કર્યો છે. ભારતની જનતાએ તેમની પર વિશ્વાસ વ્યક્ત કરી ભાજપને બહુમત આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રામ મંદિર પર કાયદાકિય પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારબાદ જ ઠરાવ પર વિચાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતા વકીલ તરીકે તેની સુનાવણીમાં અડચણ ઊભી કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસને અપીલ કરે છે કે આવું ન કરે. ભાજપના મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે તેનું સમાધાન કરવામાં આવશે.

બીજી તરફ, સંઘના સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે, આ સરકારના કાર્યકાળમાં તેઓ એ વાયદો પૂરો કરે, એવી ભારતની જનતાની અપેક્ષા છે.

આરએસએસે પીએમ મોદીના ઈન્ટરવ્યૂ પર એક પછી એક ત્રણ ટ્વીટ કર્યા અને લખ્યું કે, અમને આજના વડાપ્રધાનનું વક્તવ્ય મંદિર નિર્માણની દિશામાં સકારાત્મક પગલું લાગે છે. વડાપ્રધાને અયોધ્યામાં શ્રીરામના ભવ્ય મંદિર બનાવવાના સંકલ્પને પોતાના ઇન્ટરવ્યૂમાં પુન: સ્મરણ કરવું તે ભાજપના પાલમપુર અધિવેશન (1989)માં પસાર પ્રસ્તાવને અનુરૂપ છે. આ પ્રસ્તાવમાં ભાજપે કહ્યું હતું કે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્ય રામમંદિર બનાવવા માટે પરસ્પર સંવાદથી અથયા સુયોગ્ય કાયદો બનાવવા (enabling legislation)નો પ્રયાસ કરશે.
First published: January 2, 2019, 12:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading