RSSએ કહ્યુ - પીએમ મોદી અને અમિત શાહ હંમેશા ના અપાવી શકે જીત, બીજેપી પણ કરે મહેનત

પ્રતિકાત્મક તસવીર

સંઘના મુખપત્ર ઓર્ગેનાઇઝર (Organiser)માં છપાયેલા સંપાદકીય લેખમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં બીજેપીની રણનીતિને દોષપૂર્ણ બતાવી

  • Share this:
    નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘે (RSS)સલાહ આપી છે કે બીજેપી (BJP)એ દિલ્હીમાં સંગઠનને પુર્નગઠન કરવું જોઈએ કારણ કે રાજ્યોની ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હંમેશા જીત અપાવી શકે નહીં. સંઘના મુખપત્ર ઓર્ગેનાઇઝર (Organiser)માં છપાયેલા સંપાદકીય લેખમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં બીજેપીની રણનીતિને દોષપૂર્ણ બતાવી છે. દિલ્હીમાં ધ્રુવીકરણ અને આક્રમક પ્રચાર પછી પણ બીજેપીને 70 સીટોમાંથી ફક્ત 8 સીટો મળી હતી. આમ આદમી પાર્ટીને 62 સીટો મળી હતી.

    ઓર્ગેનાઇઝરના સંપાદક પ્રફુલ્લ કેતકરે લેખમાં લખ્યું છે કે દિલ્હીમાં વિચારધારા અને નજરિયાની લડાઈ હતી. આખી ચૂંટણીમાં સીએમ અરવિંદ કેજરીવાલ ( Arvind Kejriwal) અને તેની સરકાર સામે કોઈ માહોલ ન હતો. તેમની સરકારને વિજળી અને પાણીના બિલમાં કાપ મુકીને મોટો ફાયદો મળ્યો. જેના પર બીજેપીએ દિલ્હીની 1700 ગેરકાયદેસર કોલોનીઓને કાયદેસર કરીને લગભગ 40 લાખ લોકોને ફાયદો પહોંચાડ્યો હતો. લેખમાં બીજેપીના પરાજયના મુખ્ય બે કારણ બતાવ્યા હતા. પ્રથમ 2015 પછી દિલ્હીમાં બીજેપીની જમીની સ્તર પર મહેનત કરી નથી અને બીજુ પ્રચાર અભિયાન આખરી સમયમાં શરુ કરવામાં આવ્યો. જેથી બીજેપી ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી.

    આ પણ વાંચો - ઓવૈસીની પાર્ટીના ધારાસભ્યનું ભડકાઉ નિવેદન, કહ્યું - અમે 15 કરોડ પણ 100 કરોડ પર ભારે

    કેતકરે લેખમાં ઘણા સવાલ પણ ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું હતું કે અન્ય રાજ્યોના મુકાબલે દિલ્હીમાં અલગ-અલગ ચૂંટણીમાં મત ટકાવારી અલગ કેમ રહે છે? તેમણે પોતે આનો જવાબ આપ્યો છે કે દિલ્હીમાં લોકોનું વલણ બદલાઇ રહ્યું છે. લોકોની સરકારથી અપેક્ષાઓ બદલી રહી છે. પારંપરિક અને જનસંઘના જમાનાથી દિલ્હીમાં બીજેપીનો આધાર ઘણો મજબૂત થઈ રહ્યો છે. જે હજુ પણ પાર્ટીનો સમર્થક છે. બીજા રાજ્યોમાંથી આવેલા ઝુંપડપટ્ટીમાં રહેનાર લોકો છુટ યોજનાઓના કારણે પહેલા કોંગ્રેસની વોટબેન્ક બન્યા. આપના આવ્યા પછી કોંગ્રેસની પારંપરિક મધ્યમવર્ગ વોટબેન્કને છોડીને ઝુંપડપટ્ટીમાં રહેતા મોટાભાગના મતદાતા નવી પાર્ટી સાથે જોડાઈ ગયા હતા.
    Published by:Ashish Goyal
    First published: