Home /News /national-international /

મોહન ભાગવત બોલ્યા- 'RSS દેશની 130 કરોડ વસ્તીને હિન્દુ સમાજ માને છે'

મોહન ભાગવત બોલ્યા- 'RSS દેશની 130 કરોડ વસ્તીને હિન્દુ સમાજ માને છે'

સંઘ પ્રમુખ મોહન ભાગવત (ફાઇલ તસવીર)

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે (RSS Chief Mohan Bhagvat) કહ્યુ કે, સંપૂર્ણ સમાજ અમારો છે અને સંઘનો ઉદેશ્ય સંગઠિત સમાજનું નિર્માણ કરવાનો છે.

    હૈદરાબાદ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે (Mohan Bhagvat) બુધવારે કહ્યુ છે કે સંઘ ભારતની 130 કરોડની વસ્તીને હિન્દુ સમાજ (Hindu Society)ના સ્વરૂપે જુએ છે, પછી તેનો ધર્મ અને સંસ્કૃતિ ભલે અલગ હોય. તેમણે કહ્યુ કે ધર્મ અને સંસ્કૃતિ પર ધ્યાન આપ્યા વગર જે લોકો રાષ્ટ્રવાદની ભાવના રાખે છે અને ભારતની સંસ્કૃતિ અને વારસાનું સન્માન કરે છે, તેઓ હિન્દુ છે. આરએસએસ દેશના 130 કરોડ લોકોને હિન્દુ માને છે. તેમણે કહ્યુ કે સંપૂર્ણ સમાજ અમારો છે અને સંઘનો ઉદેશ્ય સંગઠિત સમાજનું નિર્માણ કરવાનો છે.

    મોહન ભાગવતે કહ્યુ, "ભારત માતાનો સપૂત કોઈ પણ ભાષા બોલે, તે કોઈ પણ ક્ષેત્રનો હોય, કોઈ પણ સ્વરૂપની પૂજા કરતો હો કે પછી કોઈ પણ પ્રકારની પૂજામાં વિશ્વાસ ધરાવતો ન હતો, સંધ માટે ભારતના તમામ 130 કરોડ લોકો હિન્દુ સમાજ છે. આરએસએસ તમામ લોકોનો સ્વીકાર કરે છે. આરએસએસ તેમના માટે સારું વિચારે છે અને તેમના સારા માટે ઉચ્ચ સ્તર સુધી લઈ જવા માંગે છે." ભાગવતે તેલંગાણામાં આરએસએસ સભ્યો માટે ત્રણ દિવસની 'વિજય સંકલ્પ શિબિર' અંતર્ગત જનસભાને સંબોધતા આ વાત કહી હતી.

    સંઘની નજરમાં 130 કરોડનો આખો સમાજ હિન્દુ સમાજ

    હૈદરાબાદના સરૂર નગર સ્ટેડિયમમાં એક જનસભાને સંબોધન કરતા મોહન ભાગવતે કહ્યુ કે, 'જ્યારે હું હિન્દુ કહું છું તો કોઈને બાકી નથી રાખતો. જે ભારતને પોતાની માતૃભૂમિ માને છે અને જન, જળ, જંગલ, જમીન અને જાનવરથી પ્રેમ કરે છે અને તમામનું કલ્યાણ કરતી શ્રેષ્ઠ સંસ્કૃતિનું આચરણ કરે છે, તેઓ હિન્દુ છે. સંઘની નજરમાં 130 કરોડનો આખો સમાજ હિન્દુ છે.'

    રવિન્દ્રનાથ ટાગોરના નિબંધનો ઉલ્લેખ કર્યો

    મોહન ભાગવતે રવિન્દ્રનાથ ટાગોરના એક નિબંધ 'સ્વદેશ સમાજ'ની વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ટાગોર પ્રમાણે હિન્દુ અને મુસલમાન વચ્ચે સંઘર્ષ ખતમ કરીને અને મળીને સાથે રહેવાનો ઉપાય સમાજ જાતે શોધી લેશે, આ ઉપાય હિન્દુ ઉપાય હશે. તેમણે કહ્યુ કે એક નાયકથી કામ નહીં ચાલે, પરંતુ ગામ અને મહોલ્લામાં નવયુવાનોના નાયકોની સેના ઉભી કરવી પડશે, જે સમાજ પ્રત્યે નિસ્વાર્થ ભાવ રાખે છે, જેમના ચારિત્ર્ય પર કોઈ ડાઘ ન હોય. આનાથી જ ભારતનું ભવિષ્ય બદલાશે. તેમણે કહ્યું કે, વિશ્વ ભારત પર નજર રાખી રહ્યું છે, વિશ્વને સુખ અને શાંતિનો રસ્તો દેખાડનારો સંગઠિત હિન્દુ સમાજ જોઈએ છે.

    હૈદરાબાદમાં સંઘની ત્રણ દિવસની 'વિજય સંકલ્પ શિબિર' ચાલી રહી છે. આ શિબિરમાં સામેલ થતા સંઘ પ્રમખે કહ્યુ કે તામસી કે રાજસી વિજયને હિન્દુ સમાજમાં નિષેધ માનવામાં આવે છે. પૂર્વજોએ ધર્મના વિજયનો રસ્તો અપનાવવાનું કહ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CAA, Mohan Bhagvat, NPR, NRC, RSS

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन