વિદેશી તાકાતોએ તોડ્યું હતું રામ મંદિર, અમે અયોધ્યામાં જ બનાવીશું: મોહન ભાગવત

News18 Gujarati
Updated: April 16, 2018, 9:33 AM IST
વિદેશી તાકાતોએ તોડ્યું હતું રામ મંદિર, અમે અયોધ્યામાં જ બનાવીશું: મોહન ભાગવત
ફાઇલ ફોટો

  • Share this:
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રામ મંદિર બનાવવાને લઇને વધુ એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે અયોધ્યામાં રામ મંદિર બનાવીશું. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાનૂમાં વિરાટ હિન્દુ સંમેલનને સંબોધિત કરતા ભાગવતે કહ્યું કે, રામ મંદિર ફરીથી બનાવવામાં ન આવ્યું તો આપણી સંસ્કૃતિના મૂળ કપાઇ જશે.

આરએસએસ પ્રમુખે કહ્યું કે, ભારતમાં મુસ્લિમ સમુદાયે રામ મંદિર તોડ્યું નથી. ભારતીય નાગરિક આવુ કાર્ય ન કરી શકે. ભારતીયોનું મનોબળ તોડવા માટે વિદેશી તાકાતોએ મંદિરો તોડ્યા હતા.

તેમણે કહ્યું કે, પરંતુ આજે અમે આઝાદ છીએ. આપણે તેને ફરીથી બનાવવાનો અધિકાર છે જેને તોડી પાડવામાં આવ્યું હતું. કારણ કે તે ફક્ત મંદિર જ નહી પરંતુ આપણી ઓળખનું પ્રતિક છે.

આ ઉપરાંત કહ્યુ તેમાં કોઇ શંકા નથી કે મંદિર ત્યાં જ બનાવવામાં આવશે જ્યાં તે પહેલા હતું. આરએસએસ પ્રમુખે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા કહ્યુ કે દેશમાં કેટલાક ભાગમાં બનેલી જાતીય હિંસાઓ જવાબદાર છે.

આપને જણાવી દઇએ કે એસી/એસટી એક્ટને કમજોર કરવા વિરુદ્ધ 2 એપ્રિલે દલિત આંદોલનમાં 11 લોકોના મોત થયા હતા. આ વિરોધમાં સવર્ણોએ આંદોલન દરમિયાન પણ અનેક જગ્યાઓ પર હિંસા ફેલાવી હતી.

ભારત બંધ પર મોહન ભાગવતે કહ્યુ - આંબેડકરએ હિંસાને છોડી દેવા માટે કહ્યુ હતુ.અયોધ્યાના રામ મંદિર અને બાબરી મસ્જિદ કેસ સુપ્રીમ કોર્ટમાં છે. તમામ દળોનું કહેવુ છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય જે પણ આવશે તેને તમામ પક્ષ માન્ય રાખશે. ત્યાં જ કોર્ટ બહાર પણ ઘણી વખત આ મુદ્દાને ઉકેલવાની કવાયત થઈ. પરંતુ અંતિમ પરિણામ સુધી પહોંચી શકાયુ નહીં.

 
First published: April 16, 2018
વધુ વાંચો
अगली ख़बर