આરએસએસ નેતા ઈન્દ્રેશકુમારનું કહેવું છે કે, જો બીફ ખાવાનું છોડી દેવામાં આવે તો, મોબ લિન્ચિંગ જેવી ઘટના ખતમ થઈ શકે છે. તેમણે કહ્યું કે, આ રીતની ઘટનાઓને પહોંચીવળવા માટે લોકોમાં સંસ્કાર હોવા જરૂરી છે.
આરએસએસ નેતાનું આ નિવેદન અલવર લિન્ચિંગના થોડા દિવસ બાદ આવ્યું છે. આરએસએસ નેતાનું કહેવું છે કે, મોબ લિન્ચિંગને સારી વાત નથી, પરંતુ જો લોકો બીફ ખાવાનું છોડી દે તો, ઓટોમેટિક શેતાનો દ્વારા કરવામાં આવતા અપરાધ રોકી શકાય છે.
ઈન્દ્રેશ કુમારે વધુમાં જણાવ્યું કે, કોઈ પણ ધર્મ ગાયને મારવાની મંજૂરી નથી આપતો. પછી તે ઈસાઈ ધર્મ હોય કે ઈસ્લામ ધર્મ. ઈસાઈ ધર્મમાં હોલી કાઉની વાત કરે છે. કારણ કે, જીસસનો જન્મ ગૌશાળામાં જ થયો હતો. ઈસ્લામની વાત કરીએ તો, મક્કા અને મદીનામાં આજે પણ ગાયને મારવા પર પ્રતિબંધ છે.
ઈન્દ્રેશ કુમારે કહ્યું કે, કાયદાને પોતાનું કામ કરવું જોઈએ, પરંતુ આ સમસ્યાને પહોંચીવળવા માટે સમાજમાં પણ સાચા સંસ્કાર હોવા જોઈએ.
રાંચીમાં હિંદૂ જાગરણ મંચની ઝારખંડ યોજનાનું ઉદ્ધાટન કરતા તેમણે પત્રકારોને કહ્યું કે, રામ જન્મભૂમી-બાબરી મસ્જિદ મામલા સાથે જોડાયેલી મુસ્લિમ પાર્ટીઓ પહેલાથી જ અયોધ્યામાં મસ્જિદ બનાવવાની માંગને છોડી ચૂકી છે. તેમણે કહ્યું કે, હિંદુઓને સાંપ્રદાયિક કહેવું બધા જ ધર્મને સાંપ્રદાયિક કહેવા જેવું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર