RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ કહ્યું- આરએસએસ અનામતનું મજબૂત સમર્થક છે

RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ કહ્યું- આરએસએસ અનામતનું મજબૂત સમર્થક છે

Reservation latest news- દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા હોસબલેએ (dattatreya hosabale)કહ્યું- અમે વારંવાર જાહેરાત કરી કે અનામત આપણી દેશની ઐતિહાસિક આવશ્યકતા છે

  • Share this:
    નવી દિલ્હી : આરએસએસ (RSS) સંગઠનના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ (rss leader dattatreya hosabale)કહ્યું કે આરએસએસ અનામતનું (Reservation)મજબૂત સમર્થક છે. રાજધાની દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા હોસબલેએ (dattatreya hosabale)કહ્યું કે અમે વારંવાર જાહેરાત કરી કે અનામત આપણી દેશની ઐતિહાસિક આવશ્યકતા છે. જ્યાં સુધી સમાજના એક વિશેષ વર્ગ દ્વારા અસમાનતાનો અનુભવ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ભારતનો ઇતિહાસ દલિતોના ઇતિહાસથી અલગ નથી. તેમના ઇતિહાસ વગર ભારતનો ઇતિહાસ અધુરો છે.

    દત્તાત્રેય હોસબલેએ કહ્યું કે દલિત સમુદાયના યોગદાનનો ગર્વથી ઉલ્લેખ કર્યા વગર આ દેશનું રાજનીતિક, સામાજિક અને આધ્યાત્મિક ઇતિહાસ અધુરોસ બેઈમાન અને અસત્ય હશે. તેમણે એ પણ કહ્યું કે સમાજમાં સામાજિક પરિવર્તનનું નેતૃત્વ કરનાર વ્યક્તિને દલિત નેતા કહેવા અનુચિત ગણાશે કારણ કે તે આખા સમાજના નેતા હતા. જ્યારે આપણે સમાજના એસસી અને એસટી વર્ગોના વિભિન્ન પહેલુઓ પર ચર્ચા કરીએ છીએ તો નિશ્ચિત રુપથી અનામત જેવા કેટલાક પહેલુ સામે આવે છે. જ્યારે ઘણા પરિસરોમાં અનામત વિરોધી પ્રદર્શન થયા તો અમે પારિત થયેલા એક પ્રસ્તાવ અને અનામતના સમર્થનમાં પટનામાં એક સંગોષ્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો - હવે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી શકશે પોતાનું OBC લિસ્ટ, લોકસભામાં બિલ પાસ

    અનામતને ગણાવી ઐતિહાસિક જરૂરત

    ભારત માટે અનામતને એક ઐતિહાસિક જરૂરિયાત બતાવતા હોસબલેએ કહ્યું કે આ ત્યાં સુધી ચાલું રહેવી જોઈએ જ્યાં સુધી સમાજના એક વર્ગ વિશેષ તરફથી અસમાનતાનો અનુભવ કરવામાં આવી રહ્યો છે.

    બીજી તરફ રાજ્યોને પોતાના ઓબીસી (અન્ય પછાત વર્ગ) લિસ્ટ બનાવવાનો અધિકાર આપનાર સંવિધાન સંશોધન વિધેયકને મંગળવારે લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. લોકસભામાં પક્ષ-વિપક્ષ બધાએ બિલના સમર્થનમાં વોટ આપ્યા હતા. બિલના સમર્થનમાં 385 વોટ જ્યારે વિરોધમાં એકપણ વોટ પડ્યો ન હતો. લોકસભામાં સરકારે સોમવારે ઓબીસી સંબંધિત (127મું સંશોધન) વિધેયક 2021 રજુ કર્યું હતું, જે રાજ્યને સરકાર અને સંઘ રાજ્ય ક્ષેત્રને સામાજિક તથા શૈક્ષણિક દ્રષ્ટીથી પછાત વર્ગોની સ્વંય રાજ્ય સૂચી/સંઘ રાજ્ય ક્ષેત્ર સૂચી તૈયાર કરવા માટે સશક્ત બનાવે છે. લોકસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે અન્ય પછાત વર્ગ સંબધિત સંવિધાન (127મું સંશોધન) વિધેયક 2021 રજુ કર્યું હતું.
    Published by:Ashish Goyal
    First published: