રામ મંદિર માટે જોવી પડશે રાહ, RSSએ કહ્યું- 2025માં શરૂ થશે કામ

News18 Gujarati
Updated: January 18, 2019, 1:54 PM IST
રામ મંદિર માટે જોવી પડશે રાહ, RSSએ કહ્યું- 2025માં શરૂ થશે કામ
ભૈયાજી જોશી (ફાઇલ તસવીર)

જોકે, આ નિવેદન બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે 2025માં રામ મંદિરના નિર્માણની વતાનું ખંડન કર્યું હતું.

  • Share this:
પ્રયાગરાજ : સંઘના સર કાર્યવાહ ભૈયાજી જોશીએ પ્રયાગરાજના કુંભ મેળામાં વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં જણાવ્યું કે અયોધ્યામાં રામ મંદિર વર્ષ 2025 એટલે કે આગામી લોકસભાની ચૂંટણીના એક વર્ષ બાદ બની જશે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે જોશીએ કહ્યું કે, "1952માં સોમનાથ મંદિરની સ્થાપના સાથે દેશ ઝડપથી આગળ વધ્યો હતો. 2025માં રામ જન્મભૂમિ ઉપર મંદિર બન્યા બાદ દેશને વધુ એક ગતિ પ્રાપ્ત થશે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ દેશ આગામી 150 વર્ષ માટેની પૂંજી પ્રાપ્ત કરશે."

જોકે, આ નિવેદન બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે 2025માં રામ મંદિરના નિર્માણની વાતનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું કે, "અમારી ઇચ્છા છે કે મંદિર બને. 2025 સુધી નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જાય એવી અમારી ઈચ્છા છે. હવે આ કેવી રીતે કરવું તે સરકારે વિચારવાનું છે. મંદિરનું કામ 2025માં શરૂ થશે તેવી કોઈ વાત નથી. જો આજે રામ મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવે તો તેને બનવામાં પાંચ વર્ષ લાગશે."

 Video : જિજ્ઞેશ મેવાણીએ સવર્ણોને 10 ટકા આર્થિક અનામત પર ભાજપ અને RSS પર કર્યા પ્રહાર

બીજી તરફ ભૈયાજી જોશીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અન્સારીએ સવાલ ઉઠાવ્યા હતા. ઇકબાલ અન્સારીએ કહ્યું કે, આ કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં છે. નેતાઓ કેવી રીતે તારીખ જણાવશે. ચૂંટણી નજીક આવતા જ જાતિ અને ધર્મની રાજનીતિ શરૂ થઈ જાય છે. જો રાજનીતિ જ કરવી હોય તો વિકાસની કરો. જનતાને વિકાસ જોઈએ છે. સરકારને બદનામ કરવા માટે લોકો આવા નિવેદન આપી રહ્યા છે. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિકાસનું કામ કરી રહ્યા છે. સરકારને બદનામ કરવાનું ષડયંત્ર છે.

ભૈયાજી જોશીએ એવા પણ સંકેત આપ્યા હતા કે અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ કેન્દ્ર સરકારના વટહુકમ વગર શક્ય નથી. તેમણે કહ્યું કે પહેલા પણ સ્વામી વિવેકાનંદનું સ્મારક બનાવવાના વિરોધમાં અમુક શક્તિઓએ અવાજ ઉઠાવ્યો હતો. એ વખતે 325 સાંસદોએ સંસદમાં લેખિતમાં પોતાની સહમતિ દર્શાવી હતી. આજે એ પ્રકારની જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
First published: January 18, 2019, 1:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading