Home /News /national-international /વર્ણ અને જાતિ વ્યવસ્થાનો ત્યાગ કરવો જોઈએ, આ આપણી ભૂલ હતી, તેનો સ્વીકાર કરો: મોહન ભાગવત
વર્ણ અને જાતિ વ્યવસ્થાનો ત્યાગ કરવો જોઈએ, આ આપણી ભૂલ હતી, તેનો સ્વીકાર કરો: મોહન ભાગવત
મોહન ભાગવત (twitter)
મોહન ભાગવતનું કહેવું હતું કે, જાતિ વ્યવસ્થાની હવે કોઈ પ્રાંસગિકતા નથી. આરએસએસ પ્રમુખે ડો. મદન કુલકર્ણી અને ડો. રેણુકા બોકારે દ્વારા લેખિત પુસ્તક 'વજ્રસુચીતુંક'નો હવાલો આપ્યો હતો.
નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે મોટી અપીલ કરી છે. તેમણે કહ્યુ કે, વર્ણ અને જાતિ જેવી માન્યતાઓને હવે ત્યાગી દેવી જોઈએ. ભાગવતે કહ્યુ કે ભેદભાવના કારણે બનતી દરેક વસ્તુ તાળા, સ્ટોક અને બેરલથી બહાર હોવી જોઈએ. તેઓ અહીં એક પુસ્તક વિમોચન સમારંભને સંબોધન કરી રહ્યા હતા.
મોહન ભાગવતનું કહેવું હતું કે, જાતિ વ્યવસ્થાની હવે કોઈ પ્રાંસગિકતા નથી. આરએસએસ પ્રમુખે ડો. મદન કુલકર્ણી અને ડો. રેણુકા બોકારે દ્વારા લેખિત પુસ્તક 'વજ્રસુચીતુંક'નો હવાલો આપ્યો અને કહ્યું કે, સામાજિત સમાનતા ભારતીય પરંપરાનો એક ભાગ હતો. પણ તેને ભુલાવી દેવામાં આવી અને તેના હાનિકારક પરિણામ થયા. આ દાવાનો ઉલ્લેખ કરતા વર્ણ અને જાતિ વ્યવસ્થામાં મૂળ રૂપે ભેદભાદ નહોતા અને તેનો ઉપયોગ હતો.
મોહન ભાગવતે કહ્યું કે, જો આજે તેના વિશે પૂછવામાં આવે તો, જવાબ હોવો જોઈએ કે આ ભૂતકાળ છે અને તેને ભૂલી જાઓ. આરએસએસ પ્રમુખે કહ્યું કે, જે કંઈ પણ ભેદભાવનું કારણ બને છે, તેને બહાર ફેંકી દેવુ જોઈએ. તેમણે એવું પણ કહ્યું કે, પાછળી પેઢીઓએ દરેક જગ્યાએ ભૂલો કરી છે, અને તેમાં ભારત કોઈ અપવાદ નથી.
ભૂલ સ્વિકારમાં કોઈ વાંધો નથી
ભાગવતે કહ્યું કે, આ ભૂલોનો સ્વીકાર કરવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ અને જો આપને લાગે છે કે, આપના પૂર્વજોએ ભૂલો કરી છે, તો તેઓ હીન થઈ જશે, તો એવુ થશે નહીં કારણ કે બધાના પૂર્વજોએ ભૂલો કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર