સંઘ પ્રમુખ ભાગવતે કહ્યુ- લિન્ચિંગ જેવી ઘટનાઓ સાથે સંઘને કોઈ લેવા-દેવા નથી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસે મોહન ભાગવતે કહ્યુ કે, 5 ટકા જીડીપીથી ચિંતા કરવાની જરૂર નથી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસે મોહન ભાગવતે કહ્યુ કે, 5 ટકા જીડીપીથી ચિંતા કરવાની જરૂર નથી

 • Share this:
  નાગપુર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિજયા દશમી (Vijaya Dashmi)ના અવસરે મંગળવારે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે સંઘ પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat)એ નાગપુર સ્થિત સંઘ હેડક્વાર્ટરમાં શસ્ત્ર પૂજા કરી. બાદમાં સ્વયંસેવકોએ પથ સંચલન કર્યુ. આ દરમિયાન સ્વયંસેવકોને સંબોધિત કરતાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મૉબ લિન્ચિંગ (ભીડ દ્વારા મારપીટ કરીને હત્યા)ની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. ભાગવતે કહ્યુ કે, લિન્ચિંગ જેવી ઘટનાઓ સાથે સંઘને કોઈ લેવા-દેવા નથી.

  મૉબ લિન્ચિંગની ઘટનાઓ પર ભાગવતે કહ્યુ કે, આવી ઘટનાઓ રોકવાની દરેકની જવાબદારી છે. કાયદો અને વ્યવસ્થાની સીમાનું ઉલ્લંઘન કરી હિંસાની પ્રવૃત્તિ સમાજમાં પરસ્પર સંબંધોને નષ્ટ કરી પોતાનો પ્રતાપ દર્શાવે છે. આ પ્રવૃત્તિ આપણા દેશની પરંપરા નથી, ન તો આપણા બંધારણમાં છે. કેટલાય મતભેદો હોય, કાયદો અને બંધારણની મર્યાદામાં રહો. ન્યાય વ્યવસ્થાને અનુસરવા પડશે.

  'દેશમાં હવે સારું થઈ રહ્યું છે'

  કાર્યક્રમમાં મોહન ભાગવતે મોદી સરકાર (Modi Government)ના વખાણ કરતાં કહ્યુ કે, ઘણા દિવસો બાદ દેશમાં કંઈક સારું થઈ રહ્યું છે. દેશની સુરક્ષા પહેલાથી વધી છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કરતાં સંઘ પ્રમુખે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરમાં બંધારણના આર્ટિકલ 370ને હટાવીને મોદી સરકારે પુરવાર કર્યુ છે કે તેઓ આ પ્રકારના કઠોર નિર્ણય લેવામાં સક્ષમ છે. તેઓએ કહ્યુ કે, આપણો દેશ પહેલાથી વધુ સુરક્ષિત છે. જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવો મોટું પગલું છે. ચંદ્રયાન-2એ વિશ્વમાં ભારતનું માન વધાર્યુ છે.

  આ દરમિયાન સંઘ પ્રમુખે અન્ય રાજકીય પાર્ટીઓ પર નિશાન પણ સાધ્યું. તેઓએ કહ્યુ કે, દેશમાં ઘણું બધું સારું થઈ રહ્યું છે. પરંતુ અફસોસ છે કે કેટલાક લોકોને આ ફેરફાર પસંદ નથી આવી રહ્યો.

  '5% જીડીપી રૅટ એ ચિંતાનું કારણ નથી'

  મોહન ભાગવતે આ દરમિયાન દેશની હાલની આર્થિક સ્થિતિની પણ વાત કરી. તેઓએ જણાવ્યું કે, મારા એક મિત્ર અર્થશાસ્ત્રના જાણકાર છે. તેઓએ કહ્યુ કે મંદીનો સમય તેને કહે છે, જ્યારે આપનો વિકાસ દર ઝીરો થઈ જાય. પરંતુ આપણો જીડીપી દર તો 5 ટકા છે, આપણે અત્યારે ચિંતા કરવાની શું જરૂર છે. આપણે જીડીપી પર ચર્ચા તો કરવી જોઈએ, પરંતુ ચિંતા નહીં. સરકાર આ સમયમાંથી બહાર આવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે.  1925માં થઈ હતી આરએસએસની સ્થાપના

  નોંધનીય છે કે, 27 સપ્ટેમ્બર 1925ના રોજ દશેરાના દિવસે મુંબઈના મોહિતે કે બાડે નામના સ્થળે ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પાયો નાંખ્યો હતો. આરએસએસની આ પહેલી શાખા હતી. તેમાં માત્ર 5 સ્વયંસેવક હતા.

  સ્થાપના દિવસે સંઘ પોતાની ઇન્ટરનેટ આધારિત રેડિયો ચેનલ પણ લઈને આવ્યું છે, જેની પર કાર્યક્રમમાં ભાગવતના સંબોધનનું પ્રસારણ કરવામાં આવ્યું. આ વાર્ષિક સમારોહમાં એચસીએસના સંસ્થાપક શિવ નાદર મુખ્ય અતિથિ છે. બીજી તરફ, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, જનરલ (નિવૃત્ત) વીકે સિંહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા.

  આ પણ વાંચો,

  ભિખારીના મોત બાદ ઘરેથી મળી 8.77 લાખની FD અને રોકડા દોઢ લાખ રૂપિયા
  ગાંધી પરિવારની સુરક્ષામાં ફેરફાર, હવે વિદેશ પ્રવાસ સમયે પણ SPG સાથે રહેશે
  Published by:Mrunal Bhojak
  First published: