Home /News /national-international /

RSS પ્રમુખ મોહન ભાગવતે કસ્તૂરબા ગાંધી માર્ગ મસ્જિદમાં મુખ્ય ઈમામ ડો.ઉમર અહમદ સાથે મુલાકાત કરી

RSS પ્રમુખ મોહન ભાગવતે કસ્તૂરબા ગાંધી માર્ગ મસ્જિદમાં મુખ્ય ઈમામ ડો.ઉમર અહમદ સાથે મુલાકાત કરી

ઈલ્યિાસીને મળવા માટે સંઘ પ્રમુખ ભાગવત દિલ્હી સ્થિત તેમના કાર્યાલયમાં પહોંચ્યા હતા.

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે આજે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈમામ ડો.ઈમામ ઉમર અહમદ ઈલ્યાસી સાથે મુલાકાત કરી છે. આ પહેલા ભાગવતે પૂર્વ ચીફ ઈલેક્શન ઓફિસર એસ વાય કુરેશી અને દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ સહિત ઘણા મુસ્લિમ બુદ્ધિજીવીઓના એક ગ્રુપ સાથે મુલાકાત કરી હતી.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે આજે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈમામ ડો.ઈમામ ઉમર અહમદ ઈલ્યાસી સાથે મુલાકાત કરી છે. આ પહેલા ભાગવતે પૂર્વ ચીફ ઈલેક્શન ઓફિસર એસ વાય કુરેશી અને દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ સહિત ઘણા મુસ્લિમ બુદ્ધિજીવીઓના એક ગ્રુપ સાથે મુલાકાત કરી હતી.

    ભાગવતે કેટલાક મુસ્લિમ નેતાઓ સાથે વ્યક્તિગત પણ મુલાકાત કરી છે

    ચીફ ઈમામ ઈલ્યિાસીને મળવા માટે સંઘ પ્રમુખ ભાગવત દિલ્હીના કસ્તૂરબા ગાંધી માર્ગ મસ્જિદ સ્થિત તેમના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. આરએસએસએ તાજેતરમાં જ મુસલમાનો સાથે સંપર્ક વધાર્યો છે અને ભાગવતે સમુદાયના નેતાઓ સાથે ઘણી બેઠક પણ કરી છે. ભાગવતે કેટલાક મુસ્લિમ નેતાઓ સાથે વ્યક્તિગત સ્તરે પણ મુલાકાત કરી છે. ભાગવતને મળનારા નેતાઓમાં દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ નજીબ જંગ, પૂર્વ ચૂંટણી અધિકારી એસવાઈ કુરૈશી, જમીરુદ્દીન શાહ, સઈદ શેરવાની અને શાહિદ સિદ્દિકી સામેલ હતા. ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી રામલાલની પહેલ પર થયેલી આ મુલાકાતમાં બંને સમુદાયની વચ્ચેના મતભેદને ઓછા કરવાના સંભવિત ઉપાયો પર ચર્ચા કરવામાં આવી હતી.

    અગાઉ ઓગસ્ટ 2019માં પણ કરી હતી મુલાકાત

    આ પહેલા મુસલમાનોના એક સંગઠન જમીઅત-ઉલેમા-એ-હિન્દના નેતા મૈલાના અરશદ મદનીએ 30 ઓગસ્ટે 2019એ દિલ્હીના ઝાંડેવાલાન સ્થિત સંઘ કાર્યાલયમાં પહોંચીને મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના નેતા ઈન્દ્રેશ કુમારની પહેલ પર થયેલી આ મુલાકાતની ખૂબ ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યાના રામ મંદિર પર ચુકાદો આવતા પહેલા બંને ટોચના નેતાઓની આ મુલાકાતને બંને સમુદાયમાં શાંતિ જાળવી રાખવાના હેતુથી ખૂબ મહત્વની ગણવામાં આવતી હતી. એમ કહેવાઈ રહ્યું છે કે સંઘ પ્રમુખ મોહન ભાગવત આવનારા દિવસોમાં કાશ્મીરના કેટલાક મુસ્લિમ નેતાઓની પણ મુલાકાત કરે તેવી શક્યતા છે. તેને કાશ્મીરમાં ચૂંટણીના રાજકારણની બીજી વખત શરૂઆત પછીથી ઘાટીમાં શાંતિ જાળવવાના હેતુથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: RSS, RSS Foundation day

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन