રામ મંદિર પર બોલ્યા મોહન ભાગવત : રામનું કામ તો થઈને રહેશે

News18 Gujarati
Updated: May 27, 2019, 10:12 AM IST
રામ મંદિર પર બોલ્યા મોહન ભાગવત : રામનું કામ તો થઈને રહેશે
આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત (ફાઇલ ફોટો)

ભારતનું મહાશક્તિ બનવું બાકી દેશોના મહાશક્તિ બનવાથી અલગ રહેશે : મોહન ભાગવત

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે રામ મંદિર સાથે જોડાયેલા એક સવાલ પર કહ્યું છે કે રામનું કામ કરવાનું છે અને રામનું કામ તો થઈને જ રહેશે. રાજસ્થાનમાં એક કાર્યક્રમ દરમિયાન ભાગવતે કહ્યું કે, રામનું કાક કરવાનું છે. આપણું જ કામ છે, આપણું કામ આપણે જાતે જ કરીશું. ભારતનું મહાશક્તિ બનવું બાકી દેશોના મહાશક્તિ બનવાથી અલગ રહેશે. શક્તિ, શક્તિ છે...તેનો ઉપયોગ રામ કરે છે છે બીજી વાત છે, રાવણ કરે છે તો બીજો અર્થ.

કથાકાર મોરારિ બાપૂની ઉપસ્થિતિમાં ભાગવતે કહ્યું કે, ઈતિહાસ કહે છે કે જે દેશના લોકો સજાગ, શીલવાન, સક્રિય અન. બળવાન હોય, તે દેશનું ભાગ્ય નિરંતર આગળ વધવાનું છે. ભાગવતે કહ્યું કે, હંમેશા ચર્ચા થાય છે કે ભારત વિશ્વશક્તિ બનશે પરંતુ તે પહેલા આપણી પાસે ડરનો એક ડંડો ચોક્કસ હોવો જોઈએ.
આ પણ વાંચો, આવી હોઈ શકે છે મોદીની કેબિનેટ, આ નવી પાર્ટીઓને મળી શકે છે સ્થાન

સંઘ પ્રમુખ ભાગવત ઉદેયપુરમાં ચાલી રહેલી રાજસ્થાન ક્ષેત્રના સંઘ શિક્ષા વર્ગ દ્વિતીય પ્રશિક્ષણ શિબિરને લઈ ત્યાં પહોંચ્યા છે. ભાગવત અહીં ચાર દિવસ સુધી ઉદયપુર પ્રવાસ પર રહેશે. બીજી તરફ, શિબિરમાં સંઘના લગભગ 300 સ્વયંસેવક સામેલ થઈ રહ્યા છે. શિબિર દરમિયાન 3 બૌદ્ધિક સત્ર યોજાશે.

આ પણ વાંચો, રાયબરેલીના નામે સોનિયોનો પત્ર : 'કુરબાની આપવી પડશે તો પાછળ નહીં હટું'
First published: May 27, 2019, 10:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading