RSS પ્રમુખ મોહન ભાગવત ટ્વિટર પર આવ્યા, એક જ હેન્ડલને કરે છે ફોલો

News18 Gujarati
Updated: July 1, 2019, 1:17 PM IST
RSS પ્રમુખ મોહન ભાગવત ટ્વિટર પર આવ્યા, એક જ હેન્ડલને કરે છે ફોલો
આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત (ફાઇલ ફોટો)

આરએરએસના મુખ્ય પદાધિકારીઓ ટ્વિટર પર આવતાની સાથે તેમના ફોલોઅર્સની સંખ્યા વધવા લાગી છે. જોકે, હજુ સુધી તેમણે કોઈ ટ્વિટ નથી કર્યું.

  • Share this:
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત ટ્વિટર પર આવ્યા છે. સૂચનાઓના આદાન-પ્રદાન માટે જાણીતી માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ પર મોહન ભાગવ આવે તેને સંઘનું મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

જોકે, આરએસએસ સંસ્થાનું ટ્વિટર હેન્ડલ પહેલાથી જ પ્રસિદ્ધ છે. ટ્વિટર પર આરએસએસના 1.31 મિલિયન આશરે 13 લાખ અને 10 હજાર ફોલોઅર્સ છે. આરએરએસના મુખ્ય પદાધિકારીઓ ટ્વિટર પર આવતાની સાથે તેમના ફોલોઅર્સની સંખ્યા વધવા લાગી છે. જોકે, હજુ સુધી તેમણે કોઈ ટ્વિટ નથી કર્યું.

મોહન ભાગવત આ ટ્વિટર હેન્ડલને ફોલો કરે છે

મોહન ભાગવતનું એક વેરિફાઇડ બ્લૂ ટીક સાથેનો ટ્વિટર હેન્ડલ છે. આના પરથી થનારા તમામ ટ્વિટને તેમના નિવેદન તરીકે જોવામાં આવશે. જોકે, ટ્વિટર પર આવ્યા પછી તેમણે હજુ સુધી કોઈ ટ્વિટ નથી કર્યું. અત્યાર સુધી તેઓ ફક્ત એક જ ટ્વિટર હેન્ડલને ફોલો કરે છે, આ ટ્વિટ હેન્ડલ આરએસએસનું અધિકારિક ટ્વિટર હેન્ડલ છે.

ભૈયાજી પણ ટ્વિટર પર આવ્યા

સુરેશ ભૈયાજી જોશી પણ સરસંઘચાલક મોહન ભાગવતની જેમ ટ્વિટર પર આવ્યા છે. તેમણે પણ અત્યાર સુધી કોઈ ટ્વિટ નથી કર્યું. તેમનું એક 54 લાખ લાઇકવાળું ફેસબુક પેજ પણ છે.આ માટે ટ્વિટર પર આવ્યા મોહન ભાગવત

મોહન ભાગવતનું ટ્વિટર પર આવવું એટલા માટે મોટું કદમ છે, કારણ કે તેમના ફોલોઅર્સ અને વિચારધારાને માનતા લોકો આખા દેશમાં હયાત છે. સામાન્ય રીતે મીડિયામાં આવ્યા વગર તેમની કોઈ વાત આખા દેશમાં પહોંચતી નથી. હવે ટ્વિટરના માધ્યમથી આ વાત તેમના તમામ ફોલોઅર્સ સુધી પહોંચી શકશે.

ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ ટ્વિટર પર આવવું નક્કી થયું હતું

ગત વર્ષ સપ્ટેમ્બરમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાઓ, સિનેજગતની હસ્તીઓ અને શિક્ષણવિદો સાથે દિલ્હીમાં થયેલા એક કાર્યક્રમમાં આરએસએસના પ્રમુખે 80 મિનિટનું વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે આગામી દિવસોમાં આરએસએસ દેશના મુદ્દાઓ પર પ્રખર અને ઝડપથી પોતાના વિચારો વ્યક્ત કરશે.
First published: July 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading