Home /News /national-international /

કાશ્મીરી પંડિતોને સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- આગામી વર્ષે એવી રીતે વસવાનું છે કે તમને ફરી કોઇ ઉજાડી શકે નહીં

કાશ્મીરી પંડિતોને સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- આગામી વર્ષે એવી રીતે વસવાનું છે કે તમને ફરી કોઇ ઉજાડી શકે નહીં

મોહન ભાગવતે (Mohan Bhagwat) આ વાત ત્રણ દિવસીય નવરેહ ઉત્સવના અંતિમ દિવસે કહી

RSS chief Mohan Bhagwat - આરએસએસ પ્રમુખે (RSS) કહ્યું - ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે (The Kashmir Files)ફક્ત વિસ્થાપિત કાશ્મીર પંડિતોની દુર્દશાને બતાવી નથી પણ દેશને પણ હચમચાવી દીધો છે

    નવી દિલ્હી : સંઘ પ્રમુખ મોહન ભાગવતે (RSS chief Mohan Bhagwat) કહ્યું કે કાશ્મીરી પંડિતોને (Kashmiri Pandit)આગામી વર્ષે પોતાની માતૃભૂમિમાં વસવાટ કરવાનો સંકલ્પ લેવો જોઈએ. તેમણે એવી રીતે વસવું જોઈએ કે ભવિષ્યમાં ક્યારેય પણ ત્યાંથી ફરીથી ઉજાડી ના શકે. આરએસએસ પ્રમુખે (RSS)એ પણ કહ્યું કે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે (The Kashmir Files)ફક્ત વિસ્થાપિત કાશ્મીર પંડિતોની દુર્દશાને બતાવી નથી પણ દેશને પણ હચમચાવી દીધો છે. ભાગવતે (Mohan Bhagwat) આ વાત ત્રણ દિવસીય નવરેહ ઉત્સવના (navreh festival)અંતિમ દિવસે કહી હતી.

    મોહન ભાગવતે કાશ્મીરી પંડિત સમુદાયને ઓનલાઇન સંબોધિત કરતા કહ્યું કે કેટલાક લોકો ધ કાશ્મીર ફાઇલ્સના સમર્થનમાં છે. કેટલાક તેને અડધું સાચું કહી રહ્યા છે. જોકે આ દેશના સામાન્ય લોકોનો મત છે કે દુનિયા સામે આ વિનાશકારી સચ્ચાઇ બતાવીને આ ફિલ્મે ફક્ત વિસ્થાપિતોનું જ દર્દ રજુ કર્યું નથી. અમને પણ હચમચાવી દીધા છે.

    આ પણ વાંચો - ભાજપામાં સામેલ થઇ શકે છે શિવપાલ સિંહ યાદવ! આ વાત આપી રહી છે મોટો સંકેત

    એ રીતે વસજો કે તમને ફરીથી કોઇ ઉજાડી શકે નહીં

    ભાગવતે કહ્યું કે કોઇપણ કાશ્મીરી પંડિતોને જવા માટે મજબૂર કરી શકે નહીં. જો કોઇ પ્રયત્ન કરશે તો તેમણે પરિણામ ભોગવવા પડશે. 2011માં આપણે પાછા ફરવા માટે આ જ રીતનું સમર્પણ કર્યું હતું પણ તે સમય ન હતો. હવે સમય આવી ગયો છે કે આપણે પોતાની શરતો સાથે પાછા જઈએ અને ત્યાં વસી જઈએ. તમારે ત્યાં વસવાની જરૂર નથી પણ એ રીતે વસવાનું છે તમે ફરીથી ઉજડો નહીં.

    ભાગવતે કહ્યું કે ત્રણ દિવસના આ કાર્યક્રમમાં આપણે પોતાના પૂર્વજોના વ્યક્તિત્વનું સ્મરણ કરીએ છીએ, પ્રેરણા લઇએ છીએ, સંકલ્પ લઇએ છીએ જેથી શોર્ય દિવસ તમે આ મહોત્સવનું નામ આપ્યું છે. પરિસ્થિતિ દરેક પ્રકારના જીવનમાં આવે છે અને જતી પણ રહે છે.

    આ પણ વાંચો - PM મોદીએ નેપાળમાં ભારતીય પેમેન્ટ સર્વિસ સિસ્ટમ RuPay લોન્ચ કરી, બન્ને દેશો વચ્ચે એનર્જી સેક્ટરમાં થઇ ઘણી સમજુતી

    ભાજપાની જમ્મુ કાશ્મીર એકમના પ્રવક્તા જી એલ રૈનાના મતે આ પ્રથમ અવસર છે જ્યારે ભાગવતે કાશ્મીર પંડિત સમુદાયને સંબોધિત કર્યા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Mohan bhagwat, RSS, The kashmir files

    આગામી સમાચાર