Home /News /national-international /સાવરકર મુસ્લિમોના દુશ્મન નહોતા, સંસ્કૃતિના આધારે ક્યારેય નથી કર્યો ભેદભાવઃ RSS પ્રમુખ ભાગવત

સાવરકર મુસ્લિમોના દુશ્મન નહોતા, સંસ્કૃતિના આધારે ક્યારેય નથી કર્યો ભેદભાવઃ RSS પ્રમુખ ભાગવત

રાજનાથ સિંહ, મોહન ભાગવત.

Veer Savarkar: મોહન ભાગવત (Mohan Bhagwat)ના માતે સાવરકર હંમેશા કહેતા કે, “ભેદભાવ શા માટે? આપણે એક જ માતૃભૂમિના સપૂત છીએ. પૂજાની અલગ-અલગ રીતો આપણા દેશની પરંપરા રહી છે. આપણે એક સાથે દેશ માટે લડ્યા છીએ.”

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) પ્રમુખ મોહન ભાગવતે (Mohan Bhagwat) મંગળવારે જણાવ્યું કે, વીર સાવરકર (Veer Savarakar)ની હિંદુત્વની વિચારધારાએ ક્યારેય પણ લોકોને તેમની સંસ્કૃતિ અને ભગવાનની પૂજા કરવાની પદ્ધતિના આધારે ભેદભાવની સલાહ આપી નથી. ભાગવતે પુસ્તક ‘Veer Savarkar: The Man Who Could Have Prevented Partition’ના વિમોચન દરમિયાન જણાવ્યું કે, સાવરકર હંમેશા કહેતા હતા, “ભેદભાવ શા માટે? આપણે એક જ માતૃભૂમિના સપૂત છીએ. પૂજાની અલગ-અલગ રીતો આપણા દેશની પરંપરા રહી છે. આપણે એક સાથે દેશ માટે લડ્યા છીએ.” ભાગવતે જણાવ્યું કે, સાવરકર મુસ્લિમ નહોતા, પરંતુ તેમણે અનેક ઉર્દૂ ગઝલો લખી છે.

અનેક લોકોએ કરી છે હિંદુત્વની વાતો

વધુમાં ભાગવતે કહ્યું હતું કે, ઘણા લોકોએ ભારતીય સમાજમાં હિંદુત્વ અને એકતા વિશે વાત કરી છે, પરંતુ સાવરકરે આ અંગે બુલંદ અવાજે વાતો કરી હતી. અને હવે આટલા વર્ષો પછી સમજાયું કે જો તમામ લોકોએ બુલંદ અવાજે વાતો કરી હોત તો (દેશનું) કોઇ વિભાજન ન થયું હોત. વિભાજન બાદ પાકિસ્તાન ગયેલા મુસ્લિમોની તે દેશમાં કોઇ જ પ્રતિષ્ઠા નથી, કારણ કે તેઓ ભારતના છે અને આ સત્યને બદલી શકાય નહીં.

આપણા પૂર્વજો એક જ છે, માત્ર આપણી પૂજા કરવાની પદ્ધતિઓ અલગ છે અને સનાતન ધર્મની ઉદારતા ભર સંસ્કૃતિ પણ આપણને સૌને ગર્વ છે. આ જ વારસો આપણને આગળ લઇ જશે અને તેથી જ આપણે એકસાથે રહીએ છીએ. સાવરકરનું હિંદુત્વ હોય કે પછી સ્વામી વિવેકાનંદનું હિંદુત્વ હોય, તમામ એક જ છે કારણ કે તેઓ એક જ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાત કરતા હતા, જ્યાં લોકોને તેમની વિચારધારના આધારે વિભાજીત કરી શકાય નહીં.

સાવરકર ભારતના પહેલા લશ્કરી વ્યૂરચનાકાર હતા

આ કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, સાવરકર 20મી સદીમાં ભારતના પહેલા લશ્કરી વિશેષક હતા, જેમણે દેશને મજબૂત રક્ષા અને રાજનૈતિક સિદ્ધાંતો પ્રદાન કર્યા. તે મહાત્મા ગાંધીજીની ભલામણ હતી કે તેમણે અંગ્રેજોને દયા અરજી લખી અને માર્ક્સવાદી અને લેનિનવાદી વિચારાધારના લોકોએ તેમના પર ફાંસીવાદીના રૂપમાં ખોટા આરોપો લગાવ્યા હતા. રાજનાથ સિંહે સાવરકરને “રાષ્ટ્રીય પ્રતીક” તરીકે વર્ણિત કર્યા હતા.

રાજનાથ સિંહે આગળ જણાવ્યું કે, તેઓ ભારતીય ઇતિહાસના પ્રતિક હતા અને રહેશે. તેમના વિશે અનેક મતભેદો હોઇ શકે છે, પરંતુ તેમને નીચા સમજવા તે ન્યાયસંગત નથી. એક સ્વતંત્રતા સેનાની તરીકે સાવરકર વિશે વાત કરતા રાજનાથ સિંહે જણાવ્યું કે, સ્વતંત્રતા માટે તેમની પ્રતિબદ્ધતા એટલી મજબૂત હતી કે અંગ્રેજોએ તેમને બે વખત આજીવન કારાવાસની સજા આપી હતી.

ગાંધીજીએ સાવરકરને કહ્યું હતું દયા અરજી કરવા

રક્ષામંત્રીએ જણાવ્યું કે, સાવરકર વિશે વારંવાર અસત્ય ફેલાવવામાં આવ્યું. તેવું જૂઠાણું પણ ફેલાવવામાં આવ્યું કે, તેમણે જેલમાંથી બહાર આવવા અનેક દયા અરજીઓ દાખલ કરી. સત્ય તો તે છે કે મહાત્મા ગાંધીજીએ તેમને દયા અરજી દાખલ કરવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું કે, સાવરકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતં કે અન્ય દેશોની સાથે ભારતના સંબંધ તે વાત પર નિર્ભર હોવા જોઇએ કે તે ભારતની સુરક્ષા અને તેના હિતો માટે કેટલા અનુકૂળ છે, ભલે તે દેશોમાં સરકાર ગમે તે પ્રકારની હોય.

હિંદુ શબ્દ માત્ર ધર્મ સાથે નથી જોડાયેલો

સાવરકરની હિંદુત્વની વિચારધારા પર ચર્ચા કરતા રાજનાથ સિંહે જણાવ્યું કે, હિંદુ શબ્દ તેમના માટે માત્ર કોઇ ધર્મ સાથે જોડાયેલ ન હતો અને તે ભારતની ભૌગોલિક અને રાજનૈકિત ઓળખ સાથે જોડાયેલો હતો. સાવરકર માટે હિંદુત્વ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે જોડાયેલ હતો. વરિષ્ઠ ભાજપ નેતાએ જણાવ્યું કે, સાવરકર માટે આદર્શ રાજ્યની પરીભાષા તેવી હતી કે જ્યાં નાગરિકોને તેમની સંસ્કૃતિ અને ધર્મના આધાર પર વિભાજીત કરવામાં ન આવે. અને તેથી જ તેમના હિંદુત્વને ઊંડાણ પૂર્વક સમજવાની જરૂર છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: RSS, Veer Savarkar, મુસ્લિમ, હિન્દુ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन