સંઘ પ્રમુખ ભાગવતે કહ્યું, દેશમાં કંઈ ખોટું થાય તો તેનો દોષનો ટોપલો અંગ્રેજો પર ન ઢોળી શકાય

News18 Gujarati
Updated: February 28, 2020, 11:48 AM IST
સંઘ પ્રમુખ ભાગવતે કહ્યું, દેશમાં કંઈ ખોટું થાય તો તેનો દોષનો ટોપલો અંગ્રેજો પર ન ઢોળી શકાય
સંઘ પ્રમુખ મોહન ભાગવત (ફાઇલ તસવીર)

આપણા દેશમાં હવે જે કંઈ પણ થશે તેના માટે આપણે જવાબદાર હોઈશું : મોહન ભાગવત

  • Share this:
નાગપુર : દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act)ને લઈને થઈ રહેલા હિંસક પ્રદર્શનની વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat)એ કહ્યું છે કે જો આપણા દેશમાં કંઈ પણ આડાઅવળું થાય છે તો આપણે અંગ્રેજોને તેનો દોષનો ટોપલો ન ઢોળી શકીએ. તેઓએ કહ્યું કે જ્યારે આપણે ગુલામ હતા ત્યારે જેવું ચાલતું હતું તે ચાલતું હતું પરંતુ હવે નહીં ચાલે. નાગરિક અનુશાસન અને સામાજિક અનુશાસનની આદત આ કાર્યક્રમોથી પડે છે.

સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં ચાલી રહેલા નવ વર્ષ 2020 કાર્યક્રમમાં સામાજિક અનુશાસન પર ભાર મૂકતા કહ્યું કે, આપણે હવે સ્વતંત્ર થઈ ગયા છીએ. આજે આપણા દેશમાં આપણું રાજ છે. રાજ્યની સ્વતંત્રતા ટકેલી રહે અને રાજ્ય યોગ્ય રીતે ચાલતું રહે તેના માટે સામાજિક અને નાગરિક અનુશાસન આવશ્યક છે.

પોતાના ભાષણમાં તેઓએ ભગિની નિવેદિતાનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેના વિશે સ્વતંત્રતાથી પૂર્વ ભગિની નિવેદિતાએ આપણા સૌ લોકોને સચેત કર્યા હતા કે દેશભક્તિની દૈનિક જીવનમાં અભિવ્યક્તિ નાગરિકતાના અનુશાસનને પાલ કરવાથી થાય છે. પોતાના ભાષણમાં મોહન ભાગવતે આંબેડકરના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે સ્વતંત્ર ભારતનું બંધારણ રજૂ કરતી વખતે આંબેડકર સાહેબે બે ભાષણ સંસદમાં રજૂ કર્યા હતા. આ ભાષણોમાં તેઓએ જે વાતોનો ઉલ્લેખ કર્યો હતો તે આજ વાત છે.

તેઓએ કહ્યું કે આપણા દેશમાં હવે જે કંઈ પણ થશે તેના માટે આપણે જવાબદાર હોઈશું. તેના માટે આપણે કોઈ પણ નિર્ણય લેતાં પહેલા ઘણી વાર વિચાર કરવો પડશે. તેઓએ કહ્યું કે જ્યારે ગુલામ હતા ત્યારે જેવું ચાલતું હતું તે ચાલતું હતું હવે નહીં ચાલે.

આ પણ વાંચો, મોહન ભાગવતે કહ્યું, 'નૅશનલિઝમ' શબ્દનો ઉપયોગ ન કરો, તેનો અર્થ હિટલર થાય છે
First published: February 28, 2020
વધુ વાંચો
अगली ख़बर