નાગપુરઃ દશેરાના ખાસ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના હેડક્વાર્ટર નાગપુર (Nagpur)માં સંઘ પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat)એ શસ્ત્ર પૂજા કરી. પૂજા બાદ મોહન ભાગવતે સંઘના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. મોહન ભાગવતે કહ્યું કે, કોરોના મહામારીના સંદર્ભમાં ચીનની ભૂમિકા સંદિગ્ધ રહી, એવું તો કહી જ શકાય છે. પરંતુ પોતાના આર્થિક સામરિક બળના કારણે તેણે ભારતની સરહદો પર જે રીતે અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો તે સંપૂર્ણ વિશ્વની સામે સ્પષ્ટ છે.
મોહન ભાગવતે કહ્યું કે, કોરોના મહામારીથી ભારતમાં નુકસાન ઓછું થયું છે. વિશ્વના અન્ય દેશોની તુલનામાં આપણું ભારત સંકટની આ પરિસ્થિતિમાં વધુ સારી રીતે ઊભું થયેલું જોવા મળી રહ્યું છે. ભારતમાં આ મહામારીની વિનાશકતાનો પ્રભાવ બાકી દેશોથી ઓછો દેખાઈ રહ્યો છે. તેના કેટલાક કારણ છે. તેઓએ કહ્યું કે, આપણા સમાજની એકરસતાનું, સહજ કરુણા તથા સંકટમાં સહયોગના સંસ્કાર, આ બધી વાતોને સોશિયલ કેપિટલ એવું અંગ્રેજીમાં કહેવાય છે, તે આપણા સાંસ્કૃતિક સંચિત તત્વના સુખદ પરિચય આ સંકટમાં આપણને સૌને મળ્યો.
India's defence forces & citizens stood firmly in front of China's attack, displaying their determination & valour. From both strategic & economic point of view, China got an unexpected jolt. We don't know how China will react, so we need to be vigilant: RSS Chief Mohan Bhagwat pic.twitter.com/amdH3qPKOk
ચીની ઘૂસણખોરીનો ઉલ્લેખ કરતાં મોહન ભાગવતે કહ્યું કે, ભારતના શાસન, પ્રશાસન, સેના અને જનતાએ આ આક્રમણની સામે અડગ થઈને ઊભા રહીને પોતાના સ્વાભિમાન, વીરતાનો પરિચય આપ્યો છે. તેઓએ કહ્યું કે આપણે સૌ મિત્રતા ઈચ્છીએ છીએ પરંતુ અમારી સદભાવનાને દુર્બળતા ન સમજવી જોઈએ. આપણી સેનાની અતૂટ દેશભક્તિ તથા અદમ્ય વીરતા, આપણા શાસનકર્તાનું સ્વામિમાની વલણ અને આપણે સૌ ભારતના લોકોના નીતિ-ધૈર્યનો પરિચય ચીનને પહેલીવાર થયો છે.
કૃષિ નીતિનો કર્યો ઉલ્લેખ
મોહન ભાગવતે કહ્યું કે, કૃષિ નીતિનું આપણે નિર્ધારણ કરીએ છીએ, તો તે નીતિથી આપણા ખેડૂત પોતાના વીજ જાતે તૈયાર કરવા માટે સ્વતંત્ર હોવા જોઈએ. આપણા ખેડૂત પોતાને આવશ્યક ખાતર, રોગપ્રતિકારક દવાઓ તથા કીટનાશક જાતે બનાવી શકે કે પોતના ગામની આસપાસ મેળવી શકે એવું હોવું જોઈએ.
મોહન ભાગવતે કહ્યું કે, 2019માં જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ને ખતમ કરી દેવામાં આવ્યો. પછી સુપ્રીમ કોર્ટે 9 નવેમબરે અયોધ્યાનો ચુકાદો આપ્યો. સમગ્ર દેશે આ ચુકાદાને સ્વીકારી લીધો. 5 ઓગસ્ટ 2020ના રોજ રામ મંદિરની આધારશીલ રાખવામાં આવી. અમે આ ઘટનાઓ દરમિયાન ભારતીયોના ધૈર્ય અને સંવેદનશીલતાને જોયા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર