સંજુ પર વરસ્યુ RSS, માફિયાઓ-અન્ડરવર્લ્ડને ઉશ્કેરવા બનાવવામાં આવી રહી છે ફિલ્મ

News18 Gujarati
Updated: July 12, 2018, 5:03 PM IST
સંજુ પર વરસ્યુ RSS, માફિયાઓ-અન્ડરવર્લ્ડને ઉશ્કેરવા બનાવવામાં આવી રહી છે ફિલ્મ
સંજય દત્ત( ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: July 12, 2018, 5:03 PM IST
સંજય દત્તની બાયોપિક 'સંજુ' પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નારાજગી જોવા મળી રહી છે. સંઘના મુખ્યપેઇઝ પાંચજન્યમાં છાપેલા લેખમાં આ બાબતને અનુભવી શકાય છે. તેમાં લખેલું છે કે મુંબઈનો ફિલ્મ ઉદ્યોગ માફિયાઓ અને અંડરવર્લ્ડને પ્રોત્સાહિત કરવા માટેની ફિલ્મો કેમ બનાવી રહ્યું છે.

પાંચજન્યના તાજા અંકમાં 'સંજુ' ફિલ્મની ખુબ જ આલોચના કરવામાં આવી છે.  સંઘના મુખ્યપેઇઝની કવર સ્ટોરી 'કિરદાર દાગદાર' માં લખેલુ છે, 'સંજુ ફિલ્મ બનાવવા પાછળ રાજકુમાર હિરાનીનો ઉદેશ્ય શું સંજય દત્તની છબીમાં ચાર-ચાંદ લગાવવાનો છે કે બૉક્સ ઓફિસ પર પૈસા એકઠા કરવા? શું સંજય દત્તની જિંદગી એવી લાગે છે કે જેમાં યુવાનોને શીખવા જેવુ છે? મુંબઈનો ફિલ્મ ઉદ્યોગ માફિયાઓ અને અન્ડરવર્લ્ડને પ્રસારિત કરવા માટે ફિલ્મ બનાવી રહ્યો છે? તે જ સંજય દત્ત છે, જેની 1993માં મુંબઇમાં બોમ્બ વિસ્ફોટમાં આરોપીઓ સાથે સાંઠગાંઠ હતી, જેના માટે તેમને જેલની સજા પણ થઈ. '

આ લેખમાં આ વાત પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે શું તે વ્યક્તિ પર લાગલા ડાંઘને બતાવવા માટે કરોડો રૂપિયા વેડફાયા છે? સાથે સાથે તે પણ લખ્યું છે કે 'બાબા' ની અનેક કુટેવને ફિલ્મમાં છુપાવવામાં આવી છે. આ લેખમાં ત્રણ લગ્ન કરાવવા અને ફિલ્મ અનુસાર 308 છોકરીઓ સાથે સંબંધ રાખવા માટે સંજયના રંગીન મિજાજને પણ લખવામાં આવ્યો છે.

પાંચજન્યમાં સવાલ ઉઠાવાયો છે કે દત્તનું જીવન એક બાયોપિક છે? મેગેઝિનના દિગ્દર્શક રાજકુમાર હિરાનીની નિંદા કરી અને લખ્યું કે તેમની ફિલ્મ પીકે 'હિંદુ વિરોધી' હતી. લખેલું છે, કે 'શું આ લક્ષણ એક મહાન નાયક માટે યોગ્યતા છે? શું બૉલીવુડ એક આદર્શ તરીકે તેની સેવા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે? ... આ ફિલ્મ રાજકુમાર હિરાનીએ બનાવી છે, તે જ નિર્દેશક જે ફિલ્મ પીકેમાં સામેલ હતા અને હિન્દુ ધર્મની મજાક ઉડાવી હતી. હવે સંજય સાથે, હિરાની યુવાનો માટે એક નવો રોલ મોડેલ રજૂ કરવા માંગે છે ... સંજય દત્તે શું કર્યું છે કે જેનાથી તેના જીવન પર આધારિત બૉલીવુડ બાયોપિક બનાવી છે?

લેખમાં લખ્યું છે, 'આ પહેલી વાર નથી કે બૉલીવૂડે અન્ડરવર્લ્ડના લોકો પર ફિલ્મ બનાવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી, દાઉદ ઇબ્રાહિમ, તેમની બહેન હસીના, છોટા રાજન, અરુણ ગૌલી, ગુજરાતના અબ્દુલ પર ફિલ્મ બનાવી છે. સોશિયલ મીડિયા પર સવાલ પૂછવામાં આવી રહ્યા છે. શું આમા અરબ દેશોના પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે? '
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...