Home /News /national-international /મહિને રૂપિયા 6,000ની સહાય ગરીબી પર 'સર્જિકલ સ્ટ્રાઇક' : રાહુલ ગાંધી

મહિને રૂપિયા 6,000ની સહાય ગરીબી પર 'સર્જિકલ સ્ટ્રાઇક' : રાહુલ ગાંધી

10. વર્ષ 2014માં સામાન્ય ચૂંટણીમાં યુપીએની જોરદાર હાર થઇ. કોંગ્રેસ પાર્ટી 44 સીટો મેળવી શકી. જો કે રાહુલ અમેઠીની સીટ બચાવવામાં સફળ રહ્યા. ભાજપની ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ તેમને જોરદાર ટક્કર આપી. જો કે કોંગ્રેસનું પતની આ ચૂંટણીથી શરૂ થયું હતું.

રાહલુ ગાંધી દ્વારા નિવેદન આપવાાં આવ્યું છે કે તેમની મિનિમમ ઇનકમ ગેરેન્ટી યોજના ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઇક સમાન છે.

ન્યૂઝ 18 ગુજરાતી: સોમવારે દિલ્હીમાં મળેલી કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ જાહેર કર્યુ હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો દેશના ગરીબોને દર મહિને રૂપિયા 6,000 સહાય આપવામાં આવશે. આજે રાજસ્થાના સુરતગઢ ખાતે એક ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ગરીબોને મહિને રૂપિયા 6,000ની સહાય એ ગરીબી પર 'સર્જિકલ સ્ટ્રાઇક' છે.

રાહુલે કહ્યું, 'આ ધમાકો છે, વિશ્વમાં અગાઉ આવું કોઈ પણ દેશે નથી કર્યુ, અમે ગરીબી હટાવીશું. આ દેશમાં એક પણ વ્યક્તિ ગરીબ નહીં રહે. અમારો પક્ષ પાછલા છ મહિનાથી સતત આ યોજના પર કામ કરી રહ્યો હતો. જો નરેન્દ્ર મોદી અમીરોને પૈસા આપી શકતા હોય તો કોંગ્રેસ આ દેશના ગરીબોને સહાય કરી શકે છે. ”

સત્તાધારી ભાજપે રાહુલ ગાંધીની યોજનાને ગરીબી હટાવોના નામે રાજકીય ધંધો ગણાવ્યો છે. સોમવારે નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દાયકાઓથી ગરીબી હટાવોના નામે ધંધો કરતી આવી છે, કોંગ્રેસનું વર્ષ 1971માં મુખ્ય સુત્ર જ ગરીબી હટાવો હતું પરંતુ ઉલ્ટાનું તેમના રાજમાં ગરીબી વધી હતી.

કોંગ્રેસે જાહેર કર્યુ છે કે તેમની મિનિમમ ઇનકમ ગેરેન્ટી યોજનાનો લાભ દેશના 20 ટકા ગરીબોને મળશે. આ યોજનાથી દેશના 25 કરોડ ગરીબોને દર વર્ષે 72,000 રૂપિયાની સહાયતા કોંગ્રેસની સરકાર કરશે.
First published:

Tags: General election 2019

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો