ગુજરાતી ઉદ્યોગપતિનું રૂ 5 હજાર કરોડનું બેંક કૌભાંડ: નાઇજિરીયામાં હોવાની આશંકા

ગુજરાતી ઉદ્યોગપતિનું રૂ 5 હજાર કરોડનું બેંક કૌભાંડ: નાઇજિરીયામાં હોવાની આશંકા
નિતિન સાંડેસરા

CBI દ્વારા આરોપી સાંડેસરા પરિવાર સામે પાંચ હજાર કરોડના બેંક કૌંભાડ કેસમાં ગૂનો નોંધવામાં આવ્યો છે.

  • Share this:
    પાંચ હજાર કરોડનાં બેંક કૌંભાડમાં નાસતો ફરતો ગુજરાત સ્થિત ઉદ્યોગપતિ નિતિન સાંડેસરા દેશ છોડીને ભાગી ગયો હતો અને હાલ તે નાઇજિરીયામાં હોવાની આશંકા છે. ગુજરાત સ્થિત ફાર્મા કંપનીનો ડિરેક્ટરની બેંક કૌભાંડમાં તપાસ ચાલી રહી છે. ગયા મહિને એવા સમાચાર આવ્યા હતા કે, નિતિન સાંડેસરા યુ.એ.ઇમાં છુપાયો છે પણ સીબીઆઇ અને ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટના અધિકારીઓએ એવું જણાવ્યું છે કે, નિતિન યુ.એ.ઇથી નાઇજિરીયા જતો રહ્યો હોવાની આશંકા છે.

    ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની અહેવાલ મુજબ, આ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે, યુ.એ.ઇ દ્વારા નિતિન સાંડેસરાની દુબઇમાં અટકાયત કરવામાં આવી હતી પણ આ સમાચાર ખોટા સાબિત થયા. તેની દુબઇમાં ક્યારેય ધરપકડ થઇ નહોતી. નિતિન સાંડેસરાનાં પરિવારના સભ્યો નાઇજિરીયા ભાગી ગયા હોવાની શંકા છે.


    સાંડેસરાનો ભાઇ ચેતન સાંડેસરા અને દિપ્તી સાંડેસરા પણ નાઇજિરીયામાં છુપાયા હોવાની આશંકા છે.

    આ પણ વાંચો: માલ્યાને જેલમાં મળશે આ સુવિધાઓ, CBIએ લંડનની કોર્ટને આપ્યો વીડિયો

    સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન દ્વારા પાંચ હજાર કરોડના બેંક કૌંભાડમાં વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેકના ડીરેક્ટરો ચેતન સાંડેસરા, દિપ્તિ સાંડેસરા, રાજભુષણ દિક્ષિત, નિતિન સાંડેસરા, વિલાસ જોશી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમન્ત હાથી સામે ગૂનો નોંધ્યો હતો.

    સાંડેસરા પર એવો આરોપ છે કે, તેમની કંપનીએ બેંકો પાસેથી રૂપિયા પાંચ હજાર કરોડની લોન લીધી હતી અને આ પછી આ કંપની ખોટમાં ગઇ અને નોન-પર્ફોમિંગ એસેટ બની ગઇ. આ કેસમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ થઇ છે. જેમાં દિલ્હી સ્થિતિ વેપારી ગગન ધવન, આંધ્રા બેંકના પૂર્વ ડિરેક્ટર અનુપ ગર્ગ અને સ્ટર્લિંગ બાયોટેક લિ. ના ડાયરેક્ટર રાજભુષણ દિક્ષિતની ધરપકડ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો: મોદીના માનીતા ગુજરાત કેડરના CBI અધિકારી શર્માએ નીરવ-માલ્યાને ભગાડ્યાઃ રાહુલનો આક્ષેપ
    Published by:News18 Gujarati
    First published:September 24, 2018, 11:42 IST

    ટૉપ ન્યૂઝ