Video: RPF જવાને ગર્ભવતી મહિલાની કરી છેડતી, લોકોએ ચખાડ્યો મેથીપાક

  • Share this:
    રેલવે પ્લોટફોર્મ પર ગર્ભવતી મહિલાની છેડતી કરતા RPF જવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થયો છે. સામે આવેલા વીડિયોમાં રેલવે પ્લેટફોર્મ પર બેઠેલો RPFનો જવાન નજીકમાં બેઠેલી મહિલાને વારંવાર સ્પર્શ કરે છે.

    જવાનથી બચવા મહિલા બીજી તરફ ફરીને બેસી જાય છે છતા જવાન તેની હરકત છોડતો નથી અને વધુ ને વધુ આગળ વધે છે. જવાનની આ કરતૂત સામે બેઠેલા કેટલાક યુવાનોઓ મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. જ્યાં RPF જવાને હદ વટાવતા લોકો જવાન પર ફરી વળ્યા હતા.

    લોકોને મદદમાં આવેલા જોઈને ગર્ભવતિ મહિલાએ પણ હિંમત કરી પોલીસ જવાનની ધુલાઈ કરી નાખી. સોશિયલ મીડિયા આ વીડિયોએ ભારે ચકચાર જગાવી છે. જવાન સામે કડક કાર્યવાહી થાય તેમ સૌ કોઈ ઈચ્છી રહ્યાં છે.
    Published by:kiran mehta
    First published: