જમ્મુ-કાશ્મીરના બડગામમાં રેલવે સુરક્ષા દળ (RPF)ના એક અધિકારીનો કર્મચારીઓને લખેલા પત્રથી વિવાદ ઊભો થઈ ગયો છે. મૂળે, અધિકારીએ આ પત્રમાં આવનારા દિવસોમાં કાશ્મીરમાં તણાવ અને હિંસાની આશંકા વ્યક્ત કરતાં કર્મચારીઓને ચેતવ્યા છે. આરપીએફ બડગામના સહાયક સુરક્ષા કમિશ્નર સુદેશ નુગ્યાલએ પત્ર લખીને કર્મચારીઓને લાંબા સમય સુધી કાશ્મીર ઘાટીમાં કાયદો-વ્યવસ્થા બગડવાની આશંકાના કારણે રાશન એકત્ર કરવા કહ્યું છે. આ પત્ર બાદ વિભાગમાં હોબાળો થઈ ગયો. ત્યારબાદ રેલવેને સ્પષ્ટતા કરવી પડી. રેલવેએ શનિવારે સ્પષ્ટ કર્યુ કે આ પાત્રનો કોઈ આધાર નથી. સાથોસાથ તેને જાહેર કરવા સંબંધિત અધિકારીની પાસે કોઈ અધિકાર નથી.
શું છે સમગ્ર મામલો?
આરપીએફ અધિકારી સુદેશ નુગ્યાલે શનિવારે આ પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમાં લખ્યું છે કે, કાશ્મીર ઘાટીમાં લાંબા સમય સુધી સ્થિતિ બગડવાની આશંકા અને કાયદો-વ્યવસ્થાના સંબંધમાં વિભિન્ન સુરક્ષા એજન્સીઓ એન એસએસપી/જીઆરપી/એસઆઈએનએ (શ્રીનગરના સરકારી રેલવે પોલીસના સીનિયર પોલીસ અધિક્ષક)થી મળેલી જાણકારી મુજબ 27 જુલાઈએ સાવચેતી સુરક્ષા બેઠક થઈ.
આરપીએફ બડગામના સહાયક સુરક્ષા કમિશ્નર સુદેશ નુગ્યાલે લખ્યું કે, કાશ્મીરમાં સ્થિતિ બગડવાની છે. એવામાં કર્મચારી ઓછામાં ઓછા ચાર મહિના માટે રાશન એકત્ર કરી લે. પોતાના પરિવારને કાશ્મીર ઘાટીથી બહાર મોકલી દો.
ઉમર અબ્દુલ્લાએ કર્યુ ટ્વિટ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ એક ટ્વિટ કર્યુ, જેમાં તેઓએ કહ્યું કે ઘાટીના લોકો પર આ આરોપ લગાવવો સરળ છે કે તેઓ ડર ફેલાવી રહ્યા છે પરંતુ આવા ઓફિશિયલ આદેશનું શું કરીએ જેમાં કાશ્મીર ઘાટીમાં કાયદો-વ્યવસ્થા બગડવાને લઈ તૈયારીઓની વાત કરવામાં આવી રહી છે અને આ પ્રકારની ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે.
It’s easy to blame valley residents for fear mongering but what are we to make of such official orders which forecast a deterioration in the law & order environment and even predict disturbances lasting for an extended period of time? Why is the Govt silent? https://t.co/U0tqLmyC47pic.twitter.com/mCols57d2E
આ પત્ર વાયરલ થયા બાદ રેલવે બોર્ડના પ્રવક્તાએ સ્પષ્ટીકરણ જાહેર કરીને કહ્યું કે, આ પત્ર સીનિયર વિભાગીય સુરક્ષા કમિશ્નરથી બસ એક પદ નીચેના અધિકારી દ્વારા કોઈ અધિકાર વગર લખવામાં આવ્યો છે. જ્યારે, તેઓ 26 જુલાઈથી એક વર્ષ માટે સ્ટડી લીવ પર ગયા છે.
પ્રવક્તાએ કહ્યું કે, આ અધિકારીએ પોતાની ધારણાના આધારે આ પત્ર લખ્યો અને તેને જાહેર કર્યો. તેનો કોઈ આધાર નથી અને આ આવો પત્ર જાહેર કરવા માટે અધિકૃત પણ નથી. રેલવે પ્રવક્તાએ કહ્યું કે, એમ પણ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ પત્રને અધિકૃત કરનારા ઉચ્ચ અધિકારી પાસે કોઈ મંજૂરી નહોતી મળી. આરપીએફના મહાનિરીક્ષક (એનઆર)ને સ્થિતિનું આકલન અને સુધકારના પગલા ઉઠાવવા માટે મોકલવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, આ વિવાદ એવા સમયે ઊભો થયો છે જ્યારે રાજ્યમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની વધુ 100 કંપનીઓ રાજ્યમાં મોકલવાને લઈ કાશ્મીરી નેતાઓનો એક વર્ગ કેન્દ્રની ટીકા કરી રહ્યો છે.