દર્દનાક ઘટના! પત્ની, પુત્ર સહિત RPF જવાને પોતાને લગાવી આગ, જીવ બચાવીને ભાગેલી પુત્રીએ વર્ણવી આપવીતી

દર્દનાક ઘટના! પત્ની, પુત્ર સહિત RPF જવાને પોતાને લગાવી આગ, જીવ બચાવીને ભાગેલી પુત્રીએ વર્ણવી આપવીતી
પ્રતિકાત્મક તસવીર

પોતાનો જીવ બનાવીને ભાગવામાં સફળ રહેલી યુવતીએ પોલીસને આપવીતી વ્યક્ત કરી હતી. તેમના પિતા 38 વર્ષીય સુદેબ ડેએ તેને આશરે 1 વાગ્યે જગાડી હતી અને કહ્યું હતું કે, પરિવારના બધા સભ્યો એક સાથે મરી જઈએ.

 • Share this:
  વર્ધમાનઃ પશ્વિમ બંગાળના (West Bengal) વર્ધમાન જિલ્લામાં રેલવે સુરક્ષા દળના (RPF) એક કર્મચારીએ પોતાની પત્ની અને ચાર વર્ષ વર્ષના પુત્ર સહિત (Family suicide) પોતાને આગ લગાડી દીધી હતી. આ ઘટમાં ત્રણેયના મોત થયા હતા. જ્યારે તેની એક 11 વર્ષની પુત્રીએ બચી ગઈ હતી. જે આ લગાડતા પહેલા ભાગવામાં સફળ રહી હતી.

  દર્દનાક ઘટનામાં પિતા, પુત્ર અને માતા ત્રણેયના મોત નીપજ્યું હતું


  મળતી માહિતી પ્રમાણે પશ્વિમ બંગાળના વર્ધમાન જિલ્લામાં મંટેશ્વર પોલીસ સ્ટેશન અંતર્ગત આવેલા મિસ્ત્રીપારા ગામમાં એક રેલવે સુરક્ષા દળ (RPF)ના એક કર્મચારીએ પોતાની પત્ની, પુત્ર સહિત પોતાનાને આગને હવાલે કરી દેતાં ત્રણેયના મોત નિપજ્યા હતા. આ દર્દનાક ઘટનાનું હજી સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

  પિતાએ પુત્રીને કહ્યું હતું કે, પરિવારના બધા સભ્યો એક સાથે મળી જઈએ
  પોતાનો જીવ બનાવીને ભાગવામાં સફળ રહેલી યુવતીએ પોલીસને આપવીતી વ્યક્ત કરી હતી. તેમના પિતા 38 વર્ષીય સુદેબ ડેએ તેને આશરે 1 વાગ્યે જગાડી હતી અને કહ્યું હતું કે, પરિવારના બધા સભ્યો એક સાથે મરી જઈએ.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ACBના હાથે ઝડપાયો લાંચિયો ACB અધિકારી, મામલતદાર વિરુદ્ધની અરજીમાં રૂ.10 લાખમાં તપાવટ કરવા જતા ભરાયો

  પિતાએ ત્રણે ઉપર કેરોસિન છાંટીને આગ લગાડી દીધી
  યુવતીએ પોતાની આપવીતીમાં જણાવ્યું હતું કે, પિતાએ પહેલા પોતાના ઉપર, તેની માતા રેખા અને ભાઈ સ્નેહનશુ ઉપર કેરોસીન નાંખી અને તેને આગ લગાડી દીધી હતી. અને તે ભાગવમાં સફળ રહી હતી.

  આ પણ વાંચોઃ-ભયાનક દુર્ઘટનાનો નાટકીય અંદાજ! સ્ટેશન તોડીને હવામાં પહોંચી ગઈ મેટ્રો ટ્રેન, 'વ્હેલ માછલી'એ બચાવ્યા લોકોના જીવ

  આ પણ વાંચોઃ-લદ્દાખઃ16,000 ફૂટની ઊંચાઈએ ડોક્ટરોએ રચ્યો ઈતિહાસ! સેનાના જવાનનું કર્યું એપેન્ડિક્સનું સફળ ઓપરેશન

  રાત્રે ત્રણ વાગ્યે યુવતીએ એક સંબંધીને ફોન કર્યો અને ઘટનાની જાણ કરી
  યુવતીના જણાવ્યા પ્રમાણે તેણે આશરે ત્રણ વાગ્યે એક સંબંધીને ફોન કરીને ઘટના અંગે જાણકારી આપી હતી. પરિવારજનો તેમના ઘરે પહોંચ્યા ત્યારે એક રૂમમાં આગમાં ભડથું થયેલી ત્રણ લાશો મળી હતી.

  પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સંબંધીઓ સાથે પૂછપછ કરી
  અતિરિક્સ પોલીસ અધિક્ષક ગ્રામીણ ઘ્રુબા દાસે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સુજદેવના સંબંધીઓ અને પડોશીઓ સાથે વાત કરી હતી. કટવા આરપીએફના ઈન્સ્પેક્ટર ઈન ચાર્જ વિવેક સિંહે કહ્યું કે, ડે છેલ્લા પાંચ વર્ષમાં કટવામાં કામ કરી રહ્યા હતા.
  Published by:ankit patel
  First published:November 04, 2020, 14:22 pm