નવી દિલ્હી. બિરયાની (Biryani) સૌથી પસંદગીના વ્યંજનો પૈકીની એક છે. જ્યારે આ વ્યંજનના નવા રૂપ અજમાવવાની વાત આવે છે તો તેને પસંદ કરનારા ખૂબ ખુશ થઈ જાય છે. આજે અમે આપને બિરયાનીને એક એવા નવા રૂપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેતને ખાતા પહેલા તેના વિશે સાંભળીને ચોંકી જશો. આપે ગોલ્ડ પ્લેટેડ હાર, અંગુઠી, ગાડી અને ચશ્મા વિશે તો ઘણી વાર સાંભળ્યું હશે, પરંતુ શું ગોલ્ડ પ્લેટેડ બિરયાની (Gold Plated Biryani) વિશે સાંભળ્યું છે?
મૂળે, દુબઈમાં એક ભારતીય હોટલ જેને બોમ્બે બોરો (Bombay Borough) કહેવામાં આવે છે, દુનિયામાં સૌથી મોંઘી રોયલ ગોલ્ડ બિરયાની (Royal Plated Biryani) વેચે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ બિરયાની કેટલી મોંઘી હોઈ શકે છે? જેવું તેનું નામ છે, તેવો જ તેનો ભાવ પણ છ. અને ગોલ્ડ પ્લેટડ બિરયાની ખાવા માટે આપને 20 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે. દુબઈમાં આ બિરયાનીની એક ડિશ 1,000 દિરહમ એટલે કે 19,705.85 રૂપિયામાં વેચાય છે.
બિરયાનીની આ પ્લેટમાં 3 કિલો ભાત અને મીટની સાથે કરી અને મટન ચોપ, મીટબોલ, ગ્રિલ્ડ ચિકન અને અનેક પ્રકારના કબાબ મેળવવામાં આવે છે. આ ઉપરાંત પ્લેટમાં ત્રણ પ્રકારના ભાત હોય છે. તેમાં ‘સિમ્પલ ચિકન બિરયાની ચાવલ’, બીજી ‘કીમા ચાવલ’ જ્યારે ત્રીજી ડીશ ‘સફેદ અને કેસર ચાવલ’ હોય છે.
આ પ્લેટમાં કારમેલાઇઝ્ડ શાકભાજી અને બીજા વ્યંજન પણ હોય છે અને તેને તમે પોતાની ભૂખના આધાર પર સમગ્ર પરિવારને કે તેનાથી પણ વધુ લોકોને ખવડાવી શકો છો. નોંધનીય છે કે આ ડીશને ગોલ્ડ પ્લેટેડ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ડિશને પીરસતા પહેલા 23 કેરેટના સોનાના પત્તીમાં લપેટવામાં આવે છે. (મનીકન્ટ્રોલના ઇનપુટની સાથે)
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર