સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, કેરળના પદ્મનાભસ્વામી મંદિર પર ત્રાવણકોર શાહી પરિવારનો હશે અધિકાર

News18 Gujarati
Updated: July 13, 2020, 11:40 AM IST
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, કેરળના પદ્મનાભસ્વામી મંદિર પર ત્રાવણકોર શાહી પરિવારનો હશે અધિકાર
શ્રી પદ્મનાભસ્વામી મંદિર મંદિરની પાસે લગભગ બે લાખ કરોડ રૂપિયાની સંપત્તિ, શું છે મંદિરનો ઈતિહાસ?

શ્રી પદ્મનાભસ્વામી મંદિર મંદિરની પાસે લગભગ બે લાખ કરોડ રૂપિયાની સંપત્તિ, શું છે મંદિરનો ઈતિહાસ?

  • Share this:
નવી દિલ્હીઃ કેરળ (Kerala)ના શ્રી પદ્મનાભસ્વામી મંદિર (Sree Padmanabhaswamy Temple)ના પ્રશાસન અને તેની સંપત્તિના અધિકારને લઈ આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના ચુકાદાને પલટતાં દેશના સૌથી વધુ સંપત્તિવાળા મંદિરો પૈકીના એક શ્રી પદ્મનાભસ્વામી મંદિરના મેનેજમેન્ટનો અધિકાર ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારને આપ્યો છે. મળતી માહિતી મુજબ, મંદિરની પાસે લગભગ બે લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

શ્રી પદ્મનાભસ્વામી મંદિરને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એ વાતનો ચુકાદો આપવામાં આવ્યો છે કે પદ્મનાભસ્વામી મંદિરના મેનેજમેન્ટની જવાબદારી ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારને આપવામાં આવશે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તિરુવનંતપુરમના જિલ્લા જજની અધ્યક્ષતાવાળી કમિટી હલા મંદિરની વ્યવસ્થા જોશે.

આ પણ વાંચો, TRAIનો મોટો નિર્ણય, બ્લૉક થયા Airtel અને Vodafone-Ideaના આ પ્લાન્સનોંધનીય છે કે, કેરળ હાઈકોર્ટે વર્ષ 2011માં પદ્મનાભસ્વામી મંદિરના અધિકાર અને સંપત્તિને લઈ મોટો ચુકાદો આપતા તેની પર રાજ્ય સરકારનો અધિકાર ગણાવ્યો હતો. કેરળ હાઈકોર્ટના ચુકાદાને પૂર્વ ત્રાવણકોરર શાહી પરિવારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં 8 વર્ષથી વધુ સમય સુધી સુનાવણી થઈ. આ મામલામાં એપ્રિલમાં સુનાવણી બાદ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાની બેન્ચે ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો.

આ પણ વાંચો, તુર્કીના હાગિયા સોફિયા મ્યૂઝિયમને મસ્જિદમાં ફેરવી દેવાના નિર્ણયની પોપ ફાન્સિસે કરી ટીકા

5000 વર્ષ જૂનું છે પદ્મનાભસ્વામી મંદિર : મંદિરનું નિર્માણ ક્યારે થયું, તે અંગે કોઈ મજબૂત પ્રમાણ મળતું નથી. ઈતિહાસકાર ડૉ. એલ. કે. રવિ વર્મા અનુસાર મંદિર લગભગ 5000 વર્ષ જૂનું છે. જ્યારે માનવ સભ્યત કળયુગમાં પહોંચી હતી. આમ તો મંદિરના સ્ટ્રક્ચરના હિસાબથી જોઈએ તો માનવામાં આવે છે કે કેરળના તિરુઅનંતપુરમાં આવેલા પદ્મનાભસ્વામી મંદિરની સ્થાપના સોળમી સદીમાં ત્રાવણકોરના રાજાઓએ કરી હતી. ત્યારબાદથી જ અહીંના રાજા આ મંદિરને માનતા રહ્યા. વર્ષ 1750માં મહારાજ માર્તંડ વર્માએ પોતાને પદ્મનાભ દાસ જાહેર કરી દીધા. તેની સાથે સમગ્ર રાજ ઘરાના મંદિરની સેવામાં લાગી ગયો. હજુ પણ શાહી ઘરાનાને આધીન એક પ્રાઇવેટ ટ્રસ્ટ મંદિરની દેખરેખ રાખે છે.
Published by: Mrunal Bhojak
First published: July 13, 2020, 10:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading