Home /News /national-international /

FB પર ઝઘડા બાદ SC-ST Act હેઠળ કેસ : વળતા ઘા રૂપે 70 દલિત પરિવારના હુક્કા-પાણી બંધ !

FB પર ઝઘડા બાદ SC-ST Act હેઠળ કેસ : વળતા ઘા રૂપે 70 દલિત પરિવારના હુક્કા-પાણી બંધ !

બાડમેરના કાલુડી ગામે ઉપર થયેલી મામૂલી ચર્ચાને લઈને દલિતોએ ગામના એક ડઝન લોકો સામે એસટી-એસસી હેઠળ ગુનો નોંધાવ્યો

બાડમેરના કાલુડી ગામે ઉપર થયેલી મામૂલી ચર્ચાને લઈને દલિતોએ ગામના એક ડઝન લોકો સામે એસટી-એસસી હેઠળ ગુનો નોંધાવ્યો

    પ્રેમદાન દેથા, ન્યૂઝ18 ગુજરાતી :

    રાજસ્થાનના બાડમેરમાં એક ગામના 70 દલિત પરિવારોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ! બહિષ્કૃત થયેલા આ દલિતો બાલોતરાના કાલુડી ગામના છે. અહીં ફેસબૂક (FB) ઉપર થયેલી મામૂલી ચર્ચાના કારણે દલિતોએ ગામના એક ડઝનથી વધુ લોકો સામે એસટી-એસસી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો તો સામા પક્ષે વાત વણસતાં ગામે પંચાયત બોલાવી અને લગભગ 70 દલિત પરિવારોનું હુક્કા પાણી બંધ કરાવી તેમનો બહિષ્કાર કર્યો

    છેલ્લા સાત દિવસથી અહીં દલિતો માટે પીવાના પાણી અને દુકાન પરથી કરિયાણું ખરીદવા ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલું જ નહિ, દલિત બાળકો પણ પોલીસના પહેરામાં શાળાએ જાય છે. બીજી તરફ ગામના રાજપુરોહિત સમાજનો આરોપ છે કે તેમને અકારણ બદનામ કરવામાં આવી રહ્યો છે. બાડમેરના જિલ્લા મુખ્યાલયથી 130 કિલોમીટરના અંતરે આવેલા કાલુડી ગામમાં અત્યારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે. દલિત પરિવારોનું કહેવું છે કે, છેલ્લા સાત દિવસથી અમે ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છીએ. પોલીસ આવ્યા બાદ જ અમારા બાળકો શાળાએ જઈ શક્યા છે

    એસસી-એસટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ થતા દલિત પરિવારોના હુક્કા-પાણી બંધ કરનારા રાજપુરોહિત સમાજના સંખ્યાબંધ લોકોએ પ્રદર્શન કર્યું હતું. રસ્તા ઉપર ઉતરેલા રાજપુરોહિત સમાજના લોકોએ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદન પત્ર આપીને આ મુદ્દે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે

    નરેન્દ્રસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, રાજપુરોહિત સમાજનો આરોપ છે કે બહારના લોકો ગામમાં આવીને અકારણ અમને બદનામ કરી રહ્યા છે. ખોટા મામલામાં લોકોને ફસાવાઈ રહ્યાં છે, જેની તપાસ થવી જોઈએ.
    Published by:sanjay kachot
    First published:

    Tags: Badmer, Conflict, Dalit, FB, Kaluri, Ostracised, Rajastha, Rajpurohit, Row, SC ST ACT, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन