3700 કરોડનું કૌભાંડ: રોટોમેકના માલિક વિક્રમ કોઠારી અને પુત્રની ધરપકડ

News18 Gujarati
Updated: February 23, 2018, 9:38 AM IST
3700 કરોડનું કૌભાંડ: રોટોમેકના માલિક વિક્રમ કોઠારી અને પુત્રની ધરપકડ

  • Share this:
પેન બનાવનાર કંપની રોટોમેકના માલિક વિક્રમ કોઠારી અને તેમના પુત્ર રાહુલ કોઠારીની સીબીઆઈએ ધરપકડ કરી લીધી છે. કંપનીએ સાત બેંકોના લગભગ 3700 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યાનો આરોપ છે. આ પૈસાના લોનના રૂપમાં લેવામાં આવ્યા છે, પરંતુ પરત કર્યા નથી. સીબીઆઈએ કોઠારી પરિવારને પહેલા દિલ્હી કાર્યાલયમાં પૂછપરછ માટે બોલાવ્યા, પછી તેમની ધરપકડ કરી. તપાસ એજન્સીએ બે દિવસ પહેલા જ્યારે કાનપુરમાં દરોડા દરમિયાન પિતા-પુત્ર સાથે લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી.

બતાવવામાં આવી રહ્યું છે કે, રોટોમેક કંપનીના માલિક સાત મોટી બેંકો પાસેથી આયાત અને નિકાસ માટે 2919 કરોડ રૂપિયાની લોન લીધી હતી. વ્યાજ સહિત આ ધનરાશિ 3665 કરોડ રૂપિયા થઈ ગઈ. આરોપ છે કે, કંપની માલિકે આ રકમ બિઝનેસ કરવાની જગ્યાએ પોતાની પાસે રાખી લીધી હતી. તે માટે નકલી કંપનીઓનો ઉપયોગ કરવામાં આવ્યો. સીબીઆઈએ કંપનીના બે દિવસ પહેલા કંપનીના કાનપુર સ્થિત ઓફિસ પર દરોડા પાડ્યા, તે દરમિયાન આયાત-નિકાસ સાથે જોડાયેલા દસ્તાવેજ મળી આવ્યા હતા. જેના આધાર પર સીબીઆઈએ પાછલા ત્રણ દિવસમાં પૂછ-પરછ કરી રહી છે. કાનપુરમાં પૂછપરછ બાદ તેમને બુધવારે દિલ્હી કાર્યાલય બોલાવવામાં આવ્યા. પૂછપરછમાં સહયોગ ન કરવા પર પિતા-પુત્રની ધરપકડ કરી લેવામાં આવી.

જણાવી દઈએ કે, બેંક ઓફ બરોડાએ નકલી દસ્તાવેજોના આધાર પર લોન લઈને ચૂક્તે ન કરવાની ફરિયાદ સીબીઆઈમાં નોંધાવી હતી. ત્યાર બાદ સીબીઆઈએ રોટોમેકની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈની એફઆઈઆરમાં કંપની માલિક વિક્રમ કોઠારી, પુત્ર રાહુલ કોઠારી અને પત્ની સાધના કોઠારી સહિત લોનમાં સહયોગ કરનાર બેંકના અધિકારીઓના નામ સામેલ છે.

First published: February 22, 2018, 10:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading