વધુ એક બેન્ક સ્કેમ! રોટોમેક પેનના માલિકે બેંકોને લગાવ્યો 800 કરોડ રૂપિયાનો ચૂનો

News18 Gujarati
Updated: February 18, 2018, 10:50 AM IST
વધુ એક બેન્ક સ્કેમ! રોટોમેક પેનના માલિકે બેંકોને લગાવ્યો 800 કરોડ રૂપિયાનો ચૂનો

  • Share this:
પંજાબ નેશનલ બેંક (પીએનબી)માં 11 હજાર કરોડ રૂપિયાના સ્કેમ બાદ હવે સરકારી બેંકો સાથે કરોડો રૂપિયાનો વધુ એક મામલો સામે આવ્યો છે. રોટોમેક પેન બનાવનાર કંપની પર અલગ-અલગ સરકારી બેંકો પાસેથી 800 કરોડ રૂપિયાથી વધારેની લોન લઈને ફરાર થઈ જવાનો આરોપ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કાનપુર સ્થિત રોટોમેર કંપનીના માલિક વિક્રમ કોઠારીએ 5 સરકારી બેંકો પાસેથી 800 કરોડથી વધારેની લોન લીધી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ઈલાહાબાદ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, ઈન્ડિયન ઓરસીઝ બેંક અને યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાએ નિયમોને નેવે મૂકીને વિક્રમ કોઠારીને આટલી મોટી લોન આપી હતી.



વિક્ર્મ કોઠારીએ સૌથી વધારે યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા પાસેથી 485 કરોડની લોન લીધી હતી. તેને ઈલાહાબાદ બેંક પાસેથી પણ 352 કરોડ રૂપિયાની લોન લીધી, પરંતુ એક એક વર્ષ હોવા છતાં તેને બેંકોને ના તો લોનની વ્યાજની ચૂકવણી કરી કે ન લોન પાછી ચૂકવી.

કાનપુરના માલ રોડ પર સિટી સેન્ટરમાં રોટોમેક કંપનીની ઓફિસ પર પાછલા ઘણા દિવસોથી તાળા બંધ છે. વિક્રમ કોઠારીના પણ કોઈ જ વાવડ નથી. તે ફરાર થઈ ગયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઈલાહાબાજ બેંક મેનેજર રાજેશ ગુપ્તાએ ફરાર વિક્રમની સંપત્તિને વેચીને પૈસા પાછા રિકવર કરવાની આશા વ્યક્ત કરી છે.

  
First published: February 18, 2018, 10:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading