નવી દિલ્હી : બિહાર ચૂંટણીમાં (Bihar Election)બીજા તબક્કાનું વોટિંગ થઈ ગયું છે. આવામાં ચૂંટણી વચ્ચે મુદ્દાને લઈને ચર્ચા થાય તે યોગ્ય છે. ભાજપથી નારાજ થઈને કોંગ્રેસમાં સામેલ થયેલા નેતા, ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ (Shatrughan Sinha)ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે રામ મંદિર, રાષ્ટ્રવાદ આ બધા તો મૂડ ઓફ ધ નેશન છે પણ ચૂંટણીમાં મુદ્દા પ્રાથમિકતાના આધારે નક્કી થવા જોઈએ. બિહારમાં હાલ રોટી, કપડા, મકાન, ગરીબી, બેરોજગારી, પલાયન જેવા મોટા મુદ્દા છે.
શત્રુઘ્ન સિન્હા અહીં અટક્યા ન હતા. તેમણે બિહારને સ્પેશ્યલ રાજ્યનો દરજ્જો આપવાના વાયદાને પણ યાદ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બિહારની ચૂંટણીમાં ત્રણ તલાક, આર્ટિકલ 370, ચીન કે પછી રાષ્ટ્રવાદ ના હોવો જોઈએ પણ રાજ્યમાં 15 વર્ષોમાં શું કરવામાં આવ્યું અને શું ના કર્યું, જો નથી કર્યું તો કેમ કરવામાં ન આવ્યું? મુદ્દા આ બધા હોવા જોઈએ.
આ દરમિયાન શત્રુઘ્ન સિન્હાએ ફરી એક વખત ભાજપા સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને નારાજગીનું કારણ પણ કહ્યું હતું. તેમણે કહ્યું કે મને એ વાતની પરેશાની છે કે મને પૂછ્યા વગર રવિશંકર પ્રસાદને ટિકિટ આપી તેવામાં આવી હતી. મને કહેવામાં આવ્યું કે તમે રાજ્યસભામાં ચાલ્યા જાવ. હવે મને કોઈ ફરિયાદ નથી. પાર્ટીના ઘણા મિત્રો માટે મારા મનમાં અપાર પ્રેમ છે પણ હવે હું યોગ્ય લોકો વચ્ચે અને યોગ્ય પાર્ટીમાં છું
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર