રોટેશન ફૉમ્યૂલા હેઠળ પહેલા CM શિવસેનાના, આજે NCP-કૉંગ્રેસ ફરી મળશે

કૉંગ્રેસને શિવસેનાના મુખ્યમંત્રી હોય તો કોઈ વાંધો નથી. (પ્રતીકાત્મક તસવીર)

મહારાષ્ટ્રની જનતાની ભાવના છે કે ઉદ્ધવ ઠાકરેજી મુખ્યમંત્રી બને : સંજય રાઉત

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર રચવાની કવાયતની વચ્ચે તમામની નજરો કૉંગ્રેસ (Congress)ની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને એનસીપી (NCP) ચીફ શરદ પવાર (Sharad Pawar) પર ટકેલી છે. આ દરમિયાન, કૉંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યુ કે, કૉંગ્રેસ અને એનસીપીના નેતા ગુરુવારે ફરી એકવાર પોતાના નેતાઓની સાથે મીટિંગ કરશે. આ બેઠક બાદ બંને પાર્ટીઓના નેતા બપોરે ફરી એકવાર મળશે. તેઓએ કહ્યુ કે, અમારી શિવસેના અને એનસીપીની સાથે વાતચીત સાચી દિશામાં જઈ રહી છે. શુક્રવારે મુંબઈમાં સંયુક્ત જાહેરાત થઈ શકે છે.

  જોકે, કહેવામાં આવી રહ્યું છે કે, સોનિયા ગાંધીની સાથેની મીટિંગમાં કૉંગ્રેસ નેતાઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે નેગોશિએશમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવામાં આવે.

  રોટેશનલ મુખ્યમંત્રી પર સહમતિ સધાઈ

  સુત્રો મુજબ, એનસીપી-કૉંગ્રેસની બેઠકમાં રોટેશનલ મુખ્યમંત્રી પર સહમતિ સધાઈ હોવાની અહેવાલ છે. મળતી જાણકારી મુજબ, પહેલા અઢી વર્ષ માટે શિવસેનાના મુખ્યમંત્રી રહેશે. ત્યારબાદ એનસીપીના મુખ્યમંત્રી રહેશે. બીજી તરફ, કૉંગ્રેસના ઉપમુખ્યમંત્રી રહેશે. મળતા રિપોર્ટ મુજબ, ત્રણેય પાર્ટીઓના ધારાસભ્યોની સંખ્યાના આધારે મંત્રીપદ મળશે. તે પહેલા રિપોર્ટ આવી રહ્યા હતા કે પાંચ વર્ષ માટે શિવસેનાના મુખ્યમંત્રી હોય તેમાં કૉંગ્રેસને કોઈ વાંધો નથી.

  બીજી તરફ, અહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે અને જયરામ રમેશ સોનિયા ગાંધીને બેઠકનો રિપોર્ટ આપવાના છે. સોનિયા ગાંધીને પહેલી બેઠકનો રિપોર્ટ આપ્યા બાદ કૉંગ્રેસના નેતા,શરદ પવારના ઘરે ફરી પહોંચ્યા જ્યાં બીજા દૌરની બેઠક કૉંગ્રેસ-એનસીપી વચ્ચે શરૂ થઈ.

  સંજય રાઉતે કહ્યુ- શિવસેનાના મુખ્યમંત્રી જનતાની ઈચ્છા

  શિવસેનાના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્ર માટે મુખ્યમંત્રી પદ પર શિવસેનાની તરફદારી કરતાં કહ્યુ કે, શિવસેનાના મુખ્યમંત્રી બનવા જોઈએ એવી મહારાષ્ટ્રની જનતાની ઈચ્છા છે. આ રાજ્યની ભાવના છે કે ઉદ્ધવ ઠાકરેજી (Uddhav Thackeray) નેતૃત્વ કરે.

  આ મંત્રાલય પર કૉંગ્રેસની નજર

  જાણકારી પ્રમાણે કેટલાક મંત્રાલય નક્કી કરાયા છે જેને કૉંગ્રેસ પાર્ટી માંગશે. જેમાં ગ્રામીણ વિકાસ, પીડબલ્યુડી, વિજળી, પશુપાલન જેવા વિભાગ છે. જેથી પાર્ટીને જનાધાર વધારવામાં મદદ મળે. આ સિવાય ભવિષ્યમાં યોજાનાર ચૂંટણીમાં ત્રણેય પાર્ટીઓ કઈ રણનિતીનું પાલન કરશે તે પણ સરકાર બનાવતા પહેલા સુનિશ્ચિત કરવામાં આવશે.

  સરકાર રચવાના સવાલ પર સોનિયાનું મૌન

  બુધવારે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સંબંધમાં સોનિયા ગાંધીને સવાલ કર્યો તો તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. સંસદની બહાર જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શિવસેના નેતા સંજય રાઉતે (Sanjay Raut) સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે બે દિવસમાં મહારાષ્ટ્રમાં સરકારની તસવીર સ્પષ્ટ થઈ જશે તો તેમણે કહ્યું હતું - નો કોમેન્ટ્સ.

  આ પણ વાંચો,

  કેબિનેટનો મોટો નિર્ણય, BPCL સહિત આ 4 સરકારી કંપનીઓને વેચવાની મંજૂરી
  અમિત શાહે કહ્યું - NRC આખા દેશમાં લાગુ કરાવીશું, સરકાર વકીલ પણ આપશે
  Published by:Mrunal Bhojak
  First published: